મિત્રો આપણે સોશિયલ મીડિયા, ન્યુઝ ચેનલ, સમાચાર પત્રો જેવા માધ્યમોથી ઘણા બધા લોકોની પ્રેરણા રૂપ વાતો વિશે વાચતા હોઈએ છીએ. એવામાં બદલતા સમય સાથે વર્તમાન સમયમાં મેહનત ખુબ જરૂરી છે. એવામાં આજે અમે એક યુવતી વિશે જણાવા જઈ રહ્યા છીએ જે ખુબ પ્રેરણારૂપ છે.
આ કહાનીએ ઓડીશામાં રેહનાર સિમી કરનની છે જેને ફક્ત એક પરીક્ષા જ નહી પણ UPAC અમે IIT એમ બંને પરીક્ષામાં પાસ થવામાં સફળ રહી હતી. ફક્ત ૨૨ વર્ષની ઉમરમાં આ યુવતીએ IAS ઓફિસર બની હતી, જે ખુબ સારી વાત કેહવાય કારણ કે આ સૌથી અઘરી પરીક્ષાઓ માનવામાં આવે છે, આવી પરીક્ષામાં સફળ થવા માટે દિવસ રાત મેહનત કરવી પડે છે.
સિમીએ પોતાનું બાળપણ છતીસગઢમાં વિતાવ્યું હતું અને શરુઆતનો અભ્યાસ પણ અહી જ કર્યો હતો, સિમીના પિતાએ ડીએન કરનએ સ્ટીલ પ્લાન્ટમાં નોકરી કરતા હતા જયારે તેની માતા સુજાતાએ ભિલાઈ પબ્લિક સ્કુલમાં શિક્ષક રહી હતી. સિમીએ ધોરણ ૧૨માં ૯૮.૭ % લાવીને રાજ્યમાં ટોપ કર્યું હતું.
રીપોર્ટ દ્વારા જાણવા મળ્યું છે કે ૧૨ ધોરણ પાસ કર્યાં પછી સિમીએ સિવિસ સર્વિસમાં જવાની કોઈ યોજના બનાવી ન હતી આથી તેણે ધોરણ ૧૨ પછી IIT ની પ્રવેશ પરીક્ષા આપી હતી અને આ પ્રેવશ પરીક્ષામાં તે પાસ પણ થઈ અને તેણે IIT બોમ્બે માટે તેની પસંદગી પણ થઈ હતી અને તે ઇન્જીનિયરીંગનો અભ્યાસ પણ કરવા લાગી હતી.
સિમીએ જયારે ઇન્જીનિયરીંગનો અભ્યાસ કરી રહી હતી ત્યારે તેના ખાલી સમયમાં તે સ્લમ વિસ્તારના બાળકોને ભણાવા માટે ગઈ ત્યારે તેણે લોકોની મદદ કરવાનો વિચાર આવ્યો પરંતુ તે એવું કરી શકતી નહી, ત્યારબાદ સિમીએ ગમે તે એક ફિલ્ડને પસંદ કરવાનું નક્કી કર્યું કે જેમાં જઈને તે લોકોની મદદ કરી શકે, આથી તેણે સિવિલ સર્વિસમાં જવાનું પસંદ કર્યું હતું.
સિમી કરનએ ઈન્જીનીયરીંગના છેલ્લા વર્ષમાં યુપીએસસી પરીક્ષાની પણ તૈયારી શરુ કરી હતી, તેણે ઈન્ટરનેટના ઉપયોગથી આ પરીક્ષામાં ટોપ કરેલા વિધાર્થીઓના ઈન્ટરવ્યું જોયા અને બુકો વાચવા માટે નક્કી કરી. સીમીએ નિશ્ચિત બુકોને પસંદ કરીને વારંવાર એ જ બુકનું રીવીઝન કરતી હતી. એટલું જ નહી સિમીએ પોતાની બુદ્ધિ દ્વારા આ પરીક્ષાના વિષયોના ભાગો કરી નાખ્યા હતા આથી તે વાચવામાં ઓછી મુશ્કેલી ઉદભવે.
સિમીએ વગર કો કોચિંગ ક્લાસમાં જોડાયા વગર પેહલા જ પ્રયત્ને યુપીએસસી પરીક્ષામાં સફળ રહી હતી. તેણે યુપીએસસીની સિવિલ સર્વિસ પરીક્ષા-૨૦૧૯માં ઓલ ઇન્ડિયામાં ૩૧મો રેન્ક હાંસલ કર્યો હતો ત્યારે સિમી ફક્ત ૨૨ વર્ષની હતી તેવું જાણવા મળ્યું છે. સીમીએ આ મુકામ મેળવા માટે કેટલી બધી મેહનત કરી હતી.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.