આ રાજા ની જાહો જલાલી અને ઠાઠ માઠ ની વિદેશો મા પણ ચર્ચા થતી, જેને 88 બાળકો અને

આઝાદી પહેલાં આપણો દેશ ઘણા નાના રાજ્યોમાં વહેંચાયેલો હતો. પટિયાલા હાઉસ પણ તેમાંથી એક હતું. તમને જણાવી દઈએ કે પટિયાલા ધનિક રાજ્યોમાં ગણાતું હતું. મહારાજા ભૂપીન્દરસિંઘ દેશના આવા એક વ્યક્તિ હતા. જેમની પાસે તેમનું ખાનગી જેટ હતું. બ્રિટિશરો પણ મહારાજા ભૂપીન્દરસિંહની જીવનશૈલી જોઈને દંગ રહી જતા હતા. તેઓ જ્યારે પણ વિદેશ જતા ત્યારે તે આખી હોટલ ભાડે લઈ લેતા હતા. મહારાજા ભૂપિંદર સિંહ પાસે 44 રોલ્સ રોયલ કાર હતી. જેમાંથી 20 ગાડીઓના કાફલાઓનો ઉપયોગ દૈનિક રાજ્ય મુલાકાત માટે થતો હતો.

રાજા ભૂપેન્દ્રસિંહ પટિયાલા રાજવી પરિવારના રાજા હતા. તે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન પણ રહી ચૂક્યા છે, જેના માટે ઘણી વાર્તાઓ પ્રખ્યાત છે. તેમણે ભારતમાં ક્રિકેટ બોર્ડ ઓફ કન્ટ્રોલ સ્થાપવા માટે પણ ઘણા પૈસા ખર્ચ કર્યા હતા. આ સિવાય જ્યારે પણ ભારતીય ટીમ 40 ના દાયકામાં વિદેશ જતા ત્યારે તેઓ સામાન્ય રીતે તેમનો ખર્ચ ઉઠાવતા હતા.

દિવાન જરામાની દાસે પોતાની પુસ્તક મહારાજામાં મહારાજા ભૂપેન્દ્રસિંહ વિશે ઘણી વાતો જણાવી છે. ભૂપેન્દ્ર સિંહની 10 પત્નીઓ અને 88 બાળકો હતા. મહારાજા તેમના કાર્યોને લીધે વિશ્વભરમાં પ્રખ્યાત હતા, તે 1935 માં બર્લિનની મુલાકાતે હિટલરને મળ્યા હતા. એમ કહેવામાં આવે છે કે હિટલર મહારાજા ભૂપેન્દ્રસિંહથી એટલા પ્રભાવિત થયા હતા કે તેમની એક કાર રાજાને ભેટ આપી હતી. હિટલર અને મહારાજા વચ્ચેની મિત્રતા લાંબી ટકી હતી.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *