આ રીતે નાના બજેટ મા પણ હવે સોનુ ખરીદી શકાશે જાણો કઈ રીતે…

હીરા ની કિંમત ઝવેરી જાણે અને સોના ની કિંમત સોની, પણ બદલાતા સમય અને ટેકનોલોજીમાં સોનાની કિંમત સૌ કોઈ જાણી શકે ખરીદી શકે, સારી કિંમત આવે તો વેચી શકે, કંપની માં મૂકી લોન લઇ શકે એવી વ્યવસ્થા ઉભી થઇ છે. મિત્રો સોના માં રોકાણ કેમ કરવું, સોના માં રોકાણ કરીને વળતર કેમ મેળવવું એ માટે નીચે વાંચો,સૌ કોઈ જાણે છે કે સોના માં રોકાણ કરવું સલામત છે કારણ કે હજારો વર્ષ સુધી સોનુ એક માત્ર કિંમતી વસ્તુ રહી છે સરેરાશ એનો ભાવ વધ્યો છે એટલે રોકાણ કરનારો ક્યારેય બરબાદ થયો નથી. તમારી પાસે ૨-૩ હજાર રૂપિયા હોય તો પણ તમે સોનુ ખરીદી શકો છો.

૧.ઓછામાં ઓછું રોકાણ કેટલું કરી શકાય? માત્ર ૧ રૂપિયા માં સોનુ ખરીદવાની ઓફર આપતી કંપની નો પડી છે પણ ૧ રૂપિયા માં ૫૦ હજારે વેચાતું તોલે સોનુ કેટલું આવે? ભલે પછી તે ફિઝિકલ સોનુ હોય કે ડિજિટલ સોનુ હોય. આથી નેશનલ અને ઇન્ટરનેશનલ કંપનયાઓએ એક વ્યવસ્થિત રકમ નક્કી કરી કે ઓછા માં ઓછું ૨-૩ હજાર રૂપિયા નું સોનુ ખરીદો તો વહીવટ કરવામાં અનુકુરતા રહે.

૨.કેવી રીતે રોકાણ કરી શકાય? એની વિધિ સહેલી છે કે અટપટી છે? ડિજિટલ કે ક્રિપ્ટોવર્લ્ડની ખરીદ-વેચાણ કરવાની રીત રીંગણાં- બટાટા લેવા કરતા પણ સહેલી છે. એમાંય જેને બીટકોઈન કે ક્રિપ્ટોકરંસીમાં વ્યવહાર કર્યો હોય એના માટે તો ડાબા હાથ નો ખેલ છે. તમે ૧૫ મિનિટના સમયમાં ૩ હજાર રૂપિયાના સોનાના માલિક બની શકો છો.

૩.ઘરે બેઠા કેટલી વારમાં રોકાણ થઇ જાય છે? બસ તમારા જોડે ક્રિપ્ટો માં વ્યવહાર કરતી WAZIRX નામ ની ભારતીય કંપનીનું વોલેટ અને ખાતું હોવું જોઈએ. PAXG ડિજિટલ સોના ની લે વેચ WAZIRX મારફત કરી શકાય છે. કારણકે તેના પર આ લિસ્ટેડ છે. અગાઉ અભયાષ કર્યો હોત તો તમારા ભાવે સોનુ મળતું હોય ત્યારે અમુક ક્લિક કરવાથી PAGX ખરીદી શકાય અને લીધેલા ટોકને વેચી શકાય છે.

૪.PAXOS કંપની શું છે? એની વિશ્વાશનયાતા શું છે? PAXOS કંપની એ ડિજિટલ સોના ની કસ્ટોડીયલ છે અને ન્યૂયોર્ક સ્ટેટે ડીપાર્ટમેન્ટ અને ફાઇનાન્શ્યલ સર્વિસીસ દ્વારા રેગ્યુલેટેડ છે. આ કંપની જેટલા સોના ના ટોકન બાર પડે એટલું શારીરિક સોનુ એને પોતાની કસ્ટોડીયલ માં રાખવું જરૂરી છે. બીજા શબ્દો તમે જેટલું ડિજિટલ સોનુ ખરીદો છો એટલું સોનુ શારીરિક એ કંપની જોડે છે એવા પુરાવા આપે છે. જેને ચેક કરી શકાય છે તમે જે ડિજિટલ સોનુ જે ખરીદો એને સાચવવા ની કોઈ કસ્ટોડીય ફી આપવાઈ પડતી નથી. લે-વેચ કરો ત્યારે દલાલી ના કાયદા મુજબ દલાલીની કિંમત આપવી પડે. તમે જે દલાલી ચૂકવો એ કંપનીનો નફો. કંપની ન્યૂયોર્ક સ્ટેટે ડીપાર્ટમેન્ટ અને ફાઇનાન્શ્યલ સર્વિસીસ દ્વારા રેગ્યુલેટેડ થતી હોવાથી છેતરપિંડી થવાનો કોઈ ભય નથી.કંપની દ્વારા બનાવેલું સોનુ ૨૪ કેરેટ સારી ગુણવત્તા વાળું હોય છે. આ સોના ને તમે ગમે ત્યારે રૂપિયા માં બદલી શકો છો.

૫.PAXG શું છે? PAXG ડિજિટલ સોનુ છે. શેરબઝાર ની ભાષા માં કહીએ તો આ અંડરલાઇંગ એસેટ છે. એક ટોકન નું વજન ૩૧.૧૦૩૪ ગ્રામ થાય. પણ જરૂરી નથી કે તમારે ફુલ ટોકન જ ખરીદવું. જેમ બીટ કોઈનનો નાનો ટુકડો ખરી શકાય એમ PAXG નો પણ નેનો ટુકડો ખરી શકાય છે. નાનામાં નાનો ટુકડો ૦.૩૧૧ ગ્રામ જેટલો હોય છે. જેની હાલ ના ભાવે કિંમત ગણીએ તો ૨-૩ હજાર થાય તમે ખરીદેલું સોનુ વ્યાજે મૂકીને મંથલી આવક કરાવી હોય તો એની પણ વ્યવસ્થા છે. જેનું વ્યાજ બેંક વ્યાજ કરતા વધારે મળે છે. આ સોના પાર લોન લેવી હોય તો એની પણ વ્યવસ્થા હોય છે. પણ એ માટે તમારી પાસે PAXG ઉપરાંત યુ હોડલર ઉપર એકાઉન્ટ હોવું જરૂરી છે. તમે ખરીદેલા ટોકન નો સીરીયલ નંબર જોઈને એ ટોકન કોને રેપ્રેઝન્ટ કરે છે એ જોઈ શકાય છે. બાર ના સીરીયલ નંબર ઉપર થી એલોકેશન રિપોર્ટ મેળવી શકાય છે. એટલે તમારા સોનુ ક્યાં છે એની માહિતી જાણી શકાય છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published.