એક્ટ્રેસ લાઈફ : સુશાંત ના મોત થયા બાદ રિયા પાસે થી ગ્લેમરસ અંદાજ જોવા મળ્યો….

બોલિવૂડ એક્ટ્રેસ રિયા ચક્રવર્તીએ હાલમાં જ સો.મીડિયામાં એક તસવીર શૅર કરી હતી. રિયા ચક્રવર્તી તસવીરમાં બ્લેક રંગના આઉટફિટમાં જોવા મળે છે. સુશાંતના મોત બાદ પહેલી જ વાર ગ્લેમરસ અવતાર રિયા સો.મીડિયામાં શૅર કરેલી તસવીરમાં બ્લેક બ્રાલેટમાં જોવા મળે છે. તેણે બ્લેક જાળીવાળું ટોપ તથા મેચિંગ પેન્ટ પહેર્યું છે. આ તસવીર શૅર કરીને રિયાએ કહ્યું હતું,

પીસ આઉટ. નારી શક્તિ.’ ઉલ્લેખનીય છે કે સુશાંતના મોત બાદ પહેલી જ વાર રિયાનો ગ્લેમરસ અંદાજ જોવા મળ્યો છે. સુશાંત ગયા વર્ષે 14 જૂન, 2020ના રોજ મુંબઈમાં પોતાના ફ્લેટમાં મૃત અવસ્થામાં મળી આવ્યો હતો. સેલેબ્સે કમેન્ટ્સ કરી રિયા ચક્રવર્તીની આ સો.મીડિયામાં પોસ્ટ પર શિવાની દાંડેકર, અનુષ્કા રંજન, અનુષ્કા દાંડેકર, પ્રિયંકા શર્મા સહિતના સેલેબ્સે કમેન્ટ્સ કરી હતી.

નોંધનીય છે કે રિયા છેલ્લાં ઘણાં સમયથી સો.મીડિયામાં ઘણી જ એક્ટિવ છે. તે વીડિયો તથા તસવીરો અવાર-નવાર શૅર કરતી હોય છે ચેહરે માં જોવા મળી હતી રિયા ચક્રવર્તી ‘ચેહરે’ ફિલ્મમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન તથા ઈમરાન હાશ્મી લીડ રોલમાં હતા.

એક મહિનો જેલમાં રહી હતી સુશાંતના પિતા કેકે સિંહે રિયા તથા તેના પરિવાર વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે રિયાએ સુશાંતને આત્મહત્યા માટે ઉશ્કેર્યો હતો. હાલમાં આ કેસની તપાસ CBI (સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન) કરી રહી છે. તપાસ દરમિયાન ડ્રગ્સ એંગલ પણ સામે આવ્યો હતો, જેમાં રિયા અને શોવિકને સુશાંત ડ્રગ્સ કેસમાં અરેસ્ટ કરવામાં આવ્યા હતાં. રિયા એક મહિના સુધી જેલમાં રહી હતી. ત્યારબાદ બોમ્બે હાઇકોર્ટે તેને જામીન આપ્યા હતા. શોવિકને ત્રણ મહિના પછી બોમ્બે હાઇકોર્ટે જામીન આપ્યા હતા. બંને પાસે એક બોન્ડ સાઈન કરાવવામાં આવ્યો હતો.

સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ શોધે છે સુશાંત સિંહ રાજપૂતના મોત બાદથી જ રિયા ચક્રવર્તી વિવાદમાં છે વિવાદમાં આવ્યા બાદ એકટ્રેસને બોલિવૂડ ફિલ્મમાં કામ મળવું મુશ્કેલ છે. આથી જ હવે રિયા સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ શોધી રહી છે કામની શોધમાં રિયા થોડાં મહિના પહેલાં હૈદરાબાદ ગઈ હતી.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *