એક પરીવાર ની ત્રણ અર્થી એક સાથે ઉઠી , આખુ ગામ હિબકે ચડયું, મોત નુ કારણ

અમદાવાદના બોપલ વિસ્તારમાં ગુરુવારે ભૂગર્ભ ગટરની કામગીરી માટે અંદર ઉતરેલા બે સગા ભાઈઓ અને તેના કાકાનું ગુંગળાઈ જવાથી મોત નિપજ્યા હતા. આ તમામ શ્રમિકો દાહોદ જિલ્લાના વાંદરિયા ગામના રહેવાસી હોય આજે તેઓના વતનમાં અંતિમયાત્રા નીકળતા ગામ આખું હીબકે ચઢ્યું હતું.

દાહોદ તાલુકાના વાંદરીયા ગામના નીશાળ હોળી ફળીયા ના રેહવાસી ભરતભાઇ મનુ ભાઈ મેડા,રાજેશભાઈ કનુભાઈ મેડા અને સંદીપભાઈ કનુભાઈ મેડા કામદારો પરિવાર સાથે યોગી કન્ટ્રકશનમાં કામ કરતા હતા.તેઓ ગઈકાલે બોપલ વિસ્તારમાં ડ્રેનજ લાઈનની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન લાઈન ચાલુ કરવાની હતી અને પાઈપમાં કચરો ભરાઈ ગયો હતો. જેથી એક મજૂર ડ્રેનેજમાં ઉતર્યો હતો. ડ્રેનેજમાં ઉતર્યા બાદ થોડી વારમાં ગૂંગળામણને કારણે મજૂર અંદર બેભાન થયો હતો. જેના લીધે તેને બચાવવા માટે બે મજૂરો ઉતર્યા હતા. જેમાંથી બે મજૂરોના મોત થયા હતા , જ્યારે એકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

સ્થાનિક લોકોએ પોલીસ અને ફાયર બિગ્રેડને જાણ કરી હતી. જેના પગલે પોલીસ કાફલો અને ફાયર બ્રિગેડની. ટીમ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. જે બાદ ગટરમાં સફાઇ કામ માટે ગયેલા મજૂરોને બહાર કાઢવા રેસ્ક્યુ કામગીરી હાથ ધરાઇ હતી. ફાયરના જવાનોએ ગટર પોઈન્ટ પાસે ખોદકામ કરીને ત્રીજા મજૂરને શોધવાના પ્રયાસો શરૂ કર્યાં હતાં.

બહાર કાઢવામાં આવેલા બે મજૂરોને સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું.જયારે ત્રીજો શ્રમિક પણ મોતને ભેટયો હતો.ત્રણેય મૃતદેહ આજે બપોર પછી વતન વાંદરિયા લવાયા હતા.ત્રણેયની અંતિમ યાત્રા એક સાથે નીકળી ત્યારે કોઈ પોતાના આંસુ રોકી શક્યુ ન હતુ અને આખાયે ગામમા શોકની કાલિમા છવાઈ ગઈ છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *