Gujarat

એક યુવાન ને થય એવી બીમારી કે જાપાન થી ભારત લાવવો પડ્યો, તે દીકરા માટે પરિવારે જમીન સહિત બધુ વેચ્યું

Spread the love

ગુજરાતીઓ સેવા કરવામાં ક્યારેય પાછું વળીને નથી જોતા. પછી ત્રણ મહિનાના બાળક ધૈર્યરાજસિંહને મદદની જરૂર પડી હોય કે અન્ય કોઈને જરૂર હોય, ગુજરાતીઓએ હંમેશા મદદ કરી છે. ત્યારે ગુજરાતના વધુ એ પરિવારને મદદની જરૂર પડી હતી. એક પત્નીએ પણ તેના પતિને બચાવી લેવા અશ્રુભીની આંખે વિનંતી કરી હતી.

મહેસાણાના ભેસાણાના યુવક જયેશ પટેલ જાપાનમાં બ્રેઇન સ્ટ્રોકની બિમારીમાં સપડાતાં યુવકને એર એમ્બ્યુલન્સમાં જાપાનથી ભારત લવાયો છે. જયેશ જાપાનમાં 3 વર્ષ પહેલાં વર્ક પરમિટ પર નોકરી અર્થે ગયો હતો. જયેશને ટીબી અને બ્રેનસ્ટ્રોક (ટ્યુબરકોલોસીસ)ની અતિ ગંભીર બીમારીમાં સપડાતાં હોસ્પિટલમાં છેલ્લા સાત મહિનાથી દાખલ કરવામાં આવ્યો હતો.

મહેસાણાના ભેસાણાનો 33 વર્ષીય યુવાન જયેશ હરીલાલ પટેલ નોકરી અર્થે જાપાન ગયા પછી ત્યાં અતિ ગંભીર બ્રેઇન સ્ટ્રોકની બિમારીમાં સપડાતાં છેલ્લા 8 મહિનાથી જાપાનની હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો. પિડીત યુવાનને મેડિકલ એર લીફ્ટ કરી લાવવામાં ખર્ચ વધુ હોઇ સોશિયલ મિડીયા મારફતે પરિવારે દાનની અપીલ કરતા દરમિયાન સમાજની સંસ્થાઓ તેમજ દાતાઓ તરફથી આશરે 40 લાખ દાન મળ્યુ હતું. દરમ્યાન હોસ્પિટલમાંથી સાદી ફ્લાઇટ થકી મેડિકલ ટ્રીટમેન્ટ સાથે ભારત લઇ જવા માટેનું સર્ટિ મળ્યુ હતું. જેમાં ભારતથી એક ડોક્ટરને જાપાન મોકલાયા અને તેમના ઓબ્ઝર્વેશન હેઠળ પ્લેનમાં સોમવારે જયેશ તેના પિતા, મિત્ર સાંજે દિલ્હી આવી પહોંચ્યા હતા..

બાદમાં મોડી રાત્રે જયેશને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં લાવવાની તજવીજ કરાઇ હતી. પરિવારે સૌ દાતાઓનો આભાર વ્યક્ત કરતાં હર્ષની લાગણી વ્યકત કરી હોવાનું મહેસાણા સહજ સોસાયટીમાં રહેતા જયેશ પટેલના મિત્ર મુકુન્દભાઇ પટેલે જણાવ્યુ હતું. હાલ જયેશ પટેલની પત્ની જલ્પા પટેલ તેમની બે દીકરીઓ 7 વર્ષની વૃત્તિ અને 6 માસની હેત્વી સાથે ઘાટલોડિયાવાળા ઘરમાં રહે છે. પતિ માટે મદદની આજીજી કરતી વખતે તેમને આંખો છલકાઈ આવી હતી.

નોંધનીય છે કે એમએ અને બીએડની ડિગ્રી ધરાવતો જયેશ પટેલ છેલ્લા 2.5 વર્ષથી જાપાનમાં એક ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો અને ઓતાશી શહેરમાં રહેતો હતો. દરમિયાન જયેશ પટેલ ટીબી અને બ્રેનસ્ટ્રોક (ટ્યુબરકોલોસીસ)ની અતિ ગંભીર બીમારીમાં સપડાતાં તેને જાપાનના શિબુકાવા મેડિકલ સેન્ટર ગનમેકનમાં દાખલ કરવામાં આવ્યો હતો. છેલ્લાં સાતેક મહિનાથી જયેશ પટેલની મોંઘી સારવાર ચાલી રહી છે.

જાન્યુઆરીમાં બ્રેઇન સ્ટ્રોક આવતાં તેની તબિયત વધારે બગડી હતી. પરિવારે તેને ભારત લાવવા હોસ્પિટલનો સંપર્ક સાધતાં હોસ્પિટલે ફિટ ટૂ ફલાઇનું સર્ટિફિકેટ આપવાની મનાઈ કરી દેતાં તેને પ્રાઇવેટ એર એમ્બ્યુલન્સમાં પરત લાવવો પડે તેમ હતો. જયેશ પટેલના પિતાએ પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખી મદદ માંગી હતી.

જયેશ હરિભાઇ પટેલના ગુજરાતમાં વસતા પરિવારે ભારતીય એમ્બેસી સુધી મદદ માગી હતી. જયેશ 2018માં નોકરી કરવા જાપાન ગયો હતો. જયેશની પત્ની પ્રેગ્નન્સી હોઇ હાલ ભારત આવેલી છે. જયેશને ટીબીના નિદાન બાદ બ્રેનસ્ટ્રોક આવતાં દાખલ કરાયો હતો. જયેશના પિતા નિવૃત્ત શિક્ષક હરિભાઇ પણ છેલ્લા થોડા દિવસોથી જાપાનમાં છે.

જાપાની હોસ્પિટલે તેને ભારત લાઇ જવા અને ટ્રીટમેન્ટ ખર્ચ રૂ.1.25 કરોડ સુચવ્યો હતો જે પરિવાર માટે અશક્ય હોઇ જયેશના મોટા ભાઇ હાર્દિકે મદદ માટે અપીલ કરી હતી. હાર્દિક હરિભાઇ પટેલને પેટીએમથી 99980 88824 નંબર ઉપર મદદ કરી શકાય છે. સાયન્સ સિટી અમદાવાદ બ્રાન્ચ, સેવિંગ એકાઉન્ટ IFSC : YESB0000650, A/C 06509020 0000018 ઉપર મદદ કરવા અપીલ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *