India

એક સુતેલી બાળકી ના ગળા મા ફસાયો સાપ અને પછી થયું એવું કે…

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આ સમગ્ર વિશ્વમાં માનવ ઉપરાંત અનેક જીવ જંતુ રહે છે કે જેમાંથી અમુક ઘણા ખતરનાક હોઈ છે આવા જીવ જંતુઓ માં સાપ ને સૌથી ઝેરીલો મનાય છે કારણકે તેના ઝેર ના એક ટીપામાં ગમ્મે તેવા વ્યક્તિને મારવાની તાકાત હોઈ છે. તેવામાં જો કોઈ પણ સ્થળે સાપ બતાય તો લોકોમાં તેના ડર ના કારણે ભાગ દોડી થઇ જાય છે.

તેવામાં આવો ઝેરીલો સાપ આવીને તમારા પર બેસી જાય તો? આ વિચારતાંજ હાલત ખરાબ થઇ જાય છે તેવામાં મહારાષ્ટ્ર માંથી એક એવોજ કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં એક ઘરમાં રાતના સમયે સાપ આવ્યો અને ત્યાં સુતેલી બાળકીના ગળા પર લગભગ એક કલ્લાક સુધી વીંટળાઈ ને બેઠો રહ્યો હતો ચાલો આ ઘટના અંગે વિસ્તારથી માહિતી મેળવીએ.

આ વાત મહારાષ્ટ્ર ના વર્ધા જિલ્લાના સેલુ તાલુકાના બોરખડી ની છે અહીંના લગભગ 100 જેટલા ઘરો જંગલ ની વચ્ચે છે જેને કારણે અહીં સાપ ઘણી વાર ઘરની અંદર આવી જાય છે તેવામાં રાતના સમયે લગભગ 11 વાગ્યા ના સમયે કોબ્રા સાપ કે જેને ઘણો ઝેરીલો ગણાય છે તે એક ઘરમાં ઘુસી ગયો અને સુતેલી નાની બાળકી પધ્માકર ગડકરી ના ગળામાં જઈ વીંટળાઈ ને બેસી ગયો.

જયારે આ બાળકી ની આંખ ખુલ્લી ત્યારે તે ડરી ગઈ ને ચિસો પાડવા લાગી. જેને કારણે પાસે સુતેલા તેના માતા પિતા જાગી ગયા અને અવાજ સાંભળી ને આસ પાસ ના લોકો પણ ત્યાં એકઠાં થઇ ગયા. ત્યાર બાદ તેમણે સાપ મિત્રને બોલાવ્યો. આ સાપ લગભગ 1 કલ્લાક સુઘી આ બાળકી ના ગળામાં વીંટળાઈ ને બેઠો રહીયો. તેવામાં બાળકી થોડી હલ્લી જેને કારણે આ સાપ તેના હાથ પર કરડી ગયો અને દીવાન નીચે થી બહાર ચાલ્યો ગયો. ત્યાર બાદ આ બાળકીને દવાખાને સારવાર અર્થે લઇ જવામાં આવી જ્યાં તે હાલ ખતરાની બહાર છે તેવું ડૉક્ટર એ જણાવ્યું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *