એલિયન બનવાની ચાહત માં આ વ્યક્તિ એક પછી એક કપાવી રહ્યો છે પોતાના અંગ તાજેતરમા જ તેણે પોતાના…..

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે માનવી નો સ્વભાવ ઘણો ચંચળ છે તે અલગ અલગ કામો માં રસ ધરાવતો હોઈ છે અને પોતાના આવા રસના કાર્ય ને અને પોતાની ઇચ્છા ને પૂર્ણ કરવા માટે તે ઘણી વખત એવા એવા કામો કરે છે કે જેના કારણે સૌ કોઈ નવાઈ અનુભવે છે. પોતાની ઇચ્છા ને પૂર્ણ કરવા માટે તે ઘણી વખત પોતાનો જીવ જોખમ માં નાખતા પણ અચકાતા નથી.

 

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે આપણી પૃથ્વી સૂર્યમંડળ નો એક ભાગ છે. અને અહીં પૃથ્વી ઉપરાંત અનેક અન્ય ગ્રહો પણ આવેલા છે અને ઘણી વખત આપણા વેજ્ઞાનિક દ્વારા એવા પુરાવાઓ મળ્યા છે કે જે એવું દર્શાવે છે કે આપણા સૂર્યમંડળ માં માનવી ઉપરાંત એલિયન પણ જોવા મળે છે. અને લોકોને તેમાં ઘણો રસ પણ હોઈ છે.

 

આપણે અહીં એક એવાજ વ્યક્તિ વિશે વાત કરવાની છે કે જેની ઇચ્છા એલિયન બનવાની છે. અને પોતાની આ ઇચ્છા પૂર્ણ કરવા માટે તે પોતાના શરીર સાથે અલગ અલગ ઘણા છેડા કરે છે. અને એક પછી એક પોતાના શરીર ના ઘણા અંગો કપાવ્યા છે. જેના કારણે તે ફરી એકવાર ચર્ચામાં છે.

 

તમને જણાવી દઈએ કે આ વ્યક્તિ નું નામ એન્થોની લોફ્રેડો છે અને તેઓ ફ્રાન્સના રહેવાસી છે અને તેમની ઇચ્છા ‘બ્લેક એલિયન’ જેવો બનવાની છે. આમ બનવા માટે તેણે પોતાના શરીર ના અનેક અંગો કપાવ્યા છે અને તાજેતરમાં જ તેમણે મેક્સિકોમાં સર્જરી મારફત પોતાના ડાબા હાથની બે આંગળીઓ કાપાવી નાખી છે.

 

તેમણે પોતાના હાથ ની પોતાની બે આંગળીઓ ઉપરાંત આ પહેલા પણ તેમણે પોતાનું નાક અને ઉપરના હોઠ કપાવી નાખ્યા છે. આ ઉપરાંત તેમણે પોતાની આંખોમાં ટેટૂ પણ કરાવ્યા છે. જેના કારણે તેઓ હાલ મહદંશે એલિયન જેવા જ લાગે છે.

 

જોકે તેમણે પોતાના હાથ નો ફોટો સૉશ્યલ મીડિયા પર મૂક્યો છે અને તેની સાથે જણાવ્યું છે કે  ‘બ્લેક એલિયન’ બનવાના મારા સપનાની પ્રક્રિયા હમણાં જ પૂરી થઈ છે. જોકે આ પ્રક્રિયામાં હજુ પણ 35 ટકા ભાગ બાકી છે. વધુમા તેમણે જણાવ્યું છે કે મારી આ સફળ સર્જરી માટે મેક્સિકોનો આભાર.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *