એવું શું કારણ હતું કે લગ્ન ના એક મહિના પહેલાં જ પંખા પર લટકી ને જીવન ટુંકાવ્યું….

રાજકોટ મા રણછોડનગર શેરી નં-ર માં રહેતી શિલ્પા શામળદાસ દુધરેજીયા નામની ૩૬ વર્ષની યુવતીએ ડોટર્સ-ડેના ગણત્રીના કલાકો બાદ મોડી રાત્રે પોતાના રૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાધો. તેની વિધવા માતા સહિતના પરીવારજનો આઘાતથી સ્તબ્ધ થઈ ગયા હતા. એકાદ વર્ષ પહેલા અવસાન પામેલા પિતાના વિયોગમાં આ પગલુ ભરી લીધાનું પોલીસ તપાસમાં બહાર આવી છે.

પોલીસે જણાવ્યું કે શિલ્પાના પિતા સરકારી કર્મચારી હતા. જેનું એકાદ વર્ષ પહેલા મુત્યુ થયું હતું. શિલ્પા પિતાની લાડકી હોવાથી ખુબ જ આઘાત લાગ્યો હતો. દસેક દિવસ પહેલા જ મારે પિતા પાસે જવું છે, તેવું રટણ કર્યું હતું. આ વખતે આઘાત લાગતા બેહોશ થઈ ગઈ હતી. જેથી સિવિલમાં સારવાર લીધી હતી.

પપૈયાવાડી વિસ્તારમાં રહેતા યુવક સાથે શિલ્પાની સગાઈ થઈ હતી. એકાદ માસ બાદ તેના લગ્ન હતા. જેની હાલ જોરશોરથી તૈયારી ચાલતી હતી. આ માટે મનપાની વાડી બુક કરાવી લીધી હતી. ફર્નિચર અને કરીયાવરના સામાનની પણ ખરીદી કરી લીધી હતી. બે દિવસ પહેલા જ શિલ્પાએ ભાઈને ફોન કરી કહ્યું કે તારે લગ્નની ખરીદીમાં ભેગા રહેવાનું છે.

આ રીતે ઘરમાં એક તરફ લગ્નની તૈયારીઓ ચાલતી હતી, બીજી તરફ ગઈકાલે મોડી રાત્રે શિલ્પાએ પોતાના રૂમમાં ગળાફાંસો ખાઈ લીધો હતો. જાણ થતા બી-ડીવીઝન પોલીસના જમાદાર હિતેષભાઈ જોગડા સ્થળ પર પહોંચી ગયા હતા.

પોલીસને શિલ્પાની સ્યુસાઈડ નોટ મળી હતી. જેમા તેણે પોતાની વિધવા માતાનું ધ્યાન રાખવા અને પોતાની મરજીથી આ પગલુ ભરી રહ્યાનું અને તેમાં કોઈનો વાંક નહી હોવાનું લખ્યું હતું. જો કે સ્યુસાઈડ નોટમાં આપઘાત પાછળનું કારણ લખ્યું નથી. પરંતુ પરીવારજનો પાસેથી પિતાના વિયોગમાં શિલ્પાએ આ પગલું ભરી લીધાની માહિતી પોલીસને  મળી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Spread the love

Leave a Reply

Your email address will not be published.