એવુ તો શુ થયુ કે માતા એ પોતાના પુત્ર ની હત્યા કરી નાખી અને પછી પોતે પણ
આજકાલ અવારનવાર ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે સુરતની એક ઘટના સામે આવી છે. આ ઘટના જાણીને તમે પણ દંગ થઈ જશો. ઘટના સુરતના કડોદરા વિસ્તારની છે. કડોદરા વિસ્તારમાં આવેલી ગ્રીન સીટીમાં આવેલા યુનિક એપાર્ટમેન્ટમાં રહેતી એક યુવતી ચોથા માળેથી કુદકો માર્યો છે.
યુવતીનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું છે. આ સમગ્ર ઘટના બન્યા બાદ મહિલાના ઘરની તપાસ કરવામાં આવી હતી ત્યારે ઘરની અંદર થી અઢી વર્ષનો મૃત બાળક મળ્યો હતો. મળતી માહિતી મુજબ એવું કહેવામાં આવે છે કે મહિલાએ સૌપ્રથમ પુત્રને દુનિયાથી અલવિદા કરી દીધો અને ત્યારબાદ પોતે ચોથા માળે કુદી ગઈ.
હાલમાં તો કડોદરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. સ્થાનિક લોકો પાસેથી મૃત્યુ પામેલી મહિલાનું નામ જાણવા મળ્યું છે. મૃત્યુ પામેલી મહિલાનું નામ વનીતાબેન પાંડે તેમની ઉંમર 30 વર્ષની હતી.
આ ઉપરાંત તેમના પુત્રનું નામ ક્રિષ્ના જેની ઉંમર અઢી વર્ષની હતી. આ ઉપરાંત જ્યારે વનીતાબેન એ ચોથા માળેથી કુદકો માર્યો ત્યારે તેઓ સગર્ભા હતા. આ ઉપરાંત વનીતાબેન ના દિયર રાજેશ પાંડે જણાવ્યું કે આજે સવારે ભાભીએ આવું પગલું ભર્યું એ મને જ ખબર નથી પડતી. આ ઉપરાંત તેઓએ યુપી ના રહેવાસી હતા. ભાવ ઉપરાંત વનીતા બેન ના લગ્ન મહેશભાઈ સાથે થયા હતા ને મહેશભાઈ ટેકસટાઈલમાં માસ્ટર છે.