India

કડકડતી ઠંડીમાં ભીંજાવા માટે થઇ જાવ તૈયાર ! વરસાદ ને લઈને હવામાન વિભાગ દ્વારા કરવામાં આવે મોટી આગાહી આ તારીખ થી અહીં પડશે વરસાદ જે બાદ…..

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલના શિયાળો ચાલી રહ્યો છે. જેના કારણે લોકો ઠંડીથી ઠુઠવાઈ રહ્યા છે. તેવામાં જો વાત વરસાદ અંગે કરીએ તો આપણે સૌ જાણીએ છીએ કે આજ વખતે વરસાદની સીઝન આખા દેશમાં ઘણી જ સારી રહી હતી. જેના કારણે દેશના લગભગ દરેક વિસ્તારોમાં વરસાદે પોતાની ભરપૂર હાજરી નોંધાવી હતી. જેના કારણે દેશનો જળ સંકટ ઘણો હળવો પડ્યો હતો. તેવામાં હવે જયારે વરસાદની ઋતુ પૂર્ણ થઇ ગઈ છે અને શિયાળાની ઋતુનો આરંભ થઇ ગયો છે. તેવામાં ફરી એકવાર હવામાન વિભાગ દ્વારા વરસાદ ને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. તો ચાલો આપણે આ આગાહી વિશે વિસ્તારથી વાત કરીએ.

જણાવી દઈએ કે હવામાન વિભાગ દ્વારા આ વરસાદની આગાઉ ઉત્તર પ્રદેશ માટે કરવામાં આવી છે. આપણે સૌ જાણીએ છીએ કે હાલ નવું વર્ષ શરૂ થઇ ચુકીયુ છે. તેવામાં આ નવાવર્ષ ના પહેલા જ અઠવાડિયામાં હવામાન વિભાગ દ્વારા પ્રદેશમાં વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જો કે આ અગાઉ પણ પ્રદેશના અમુક વિસ્તારોમાં વરસાદ થઇ ચુકીયો છે. તેવામાં હવામાન વિભાગે જણાવ્યું છે કે, 5 જાન્યુઆરીથી ઉત્તર પ્રદેશમાં વરસાદ પાડવાની સંભાવના છે, આ વરસાદનો વ્યાપ 7 જાન્યુઆરીથી વધશે. આ ઉપરાંત પ્રદેશમાં કરા પાડવાની પણ આશંકા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગે તેમની આગાહીમાં જણાવ્યું છે કે વાતાવરણ નો આ ફેરફાર બુધવારથી જોવા મળશે જેની શરૂઆત પશ્ચિમ ઉત્તર પ્રદેશથી જોવા મળશે. વાતાવરણ નો આ ફેરફાર ધીરે ધીરે આખા પ્રદેશની જોવા મળશે. આ સમયગાળા દરમિયાન અમુક વિસ્તારોમાં હળવો તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પાડવાની સંભાવના છે. હવામાન વિભાગે 6 જાન્યુઆરીથી વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે.

જણાવી દઈએ કે 6 જાન્યુઆરીથી હાપુડ અને મેરઠ ઉપરાંત બિજનૌર, મુઝફ્ફરનગર, અને સહારનપુર સાથો સાથ લખનઉ માં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. જો વાત ઠંડી અંગે કરીએ તો હવામાન વિભાગે જણાવ્યું છે કે વરસાદ સાથે ઠંડી નું પ્રમાણ ઓછું જોવા મળશે. જો કે વરસાદ બાદ ઠંડીમાં વધારો થશે કે નહિ તે બાબત અંગે પછી જાહેરાત કરવામાં આવશે. જો વાત પ્રદેશના તાપમાન અંગે કરીએ તો અહીં રાતનું ન્યુનતમ તાપમાન 5 ડિગ્રી જયારે દિવસનું અધિકતમ તાપમાન 20 ડિગ્રી જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *