કાલ બાદ સોના અને અને ચાંદી ની કિંમત થઈ આટલી જાણો આ બંને ધાતુઓ ની નવી કિંમત….
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલ માં લગ્ન ની સિઝન છે આ સમયગાળા માં અનેક લોકો પોતાના જીવન સાથી સાથે જોડાઈ જશે. લગ્નના આ સમયગાળા મા લોકો દ્વારા સોના અને ચાંદીની ધાતુઓ અંગે ની માંગ માં પણ વધારો જોવા મળે છે. આપણે સૌ જાણીએ છિએ કે આ સમય માં સોના અને ચાંદી ની માંગ માં ઘણો વધારો જોવા મળે છે.
આપણે સૌ જાણીએ છિએ કે આ બંને ધાતુઓ કેટલી મુલ્યવાન છે. જેના કારણે લોકો આવી ધાતુઓ ખરીદવાનો આગ્રહ રાખતા હોઈ છે. જો કે આ બંને કિંમતી ધાતુઓ ના મુલ્ય ઘણા ઉચા હોઈ છે. જેના કારણે દરેક વ્યક્તિ તેને ખરીદી શકતી નથી. અને સોના ચાંદીના ભાવો ઘટે તેની રાહ જુએ છે. જો તમે પણ સોનું અને ચાંદી ખરીદવા ની રાહ માં છો તો આ અહેવાલ તમારાં માટે છે.
જો વાત આજના નવા ભાવો અંગે કરીએ તો જણાવી દઈએ કે સોનાનો ભાવ શુક્રવારે રૂપિયા 47544 હતો. જયારે સોનાનો આ ભાવ ગુરુવારે રૂપિયા 47807 હતો. જેના કારણે સોનું શુક્રવારે રૂપિયા 263 પ્રતિ દસ ગ્રામ માટે સસ્તું બન્યું હતું. જયારે વાત ચાંદી અંગે કરીએ તો ચાંદીનો ભાવ આજે 60843 રૂપિયા પ્રતિ કિલોગ્રામ માટે જોવા મળ્યો હતો. જે શુક્રવારના રોજ રૂપિયા 60727 પ્રતિ કિલોગ્રામ હતો. આમ ચાંદીની કિંમત માં વધારો જોવા મળ્યો છે અને આ વધારો રૂપિયા 116નો હતો.
જયારે વાત MCX અંગે કરીએ તો જણાવી દઈએ કે MCX પર શુક્રવારે સોનામા રૂપિયા 524 નો વધારો જોવા મળ્યો હતો જેના કારણે સોનાની કિંમત રૂપિયા 47,925 થઈ હતી. જયારે વાત ચાંદી અંગે કરીએ તો ચાંદી માં રૂપિયા 444 નો વધારો જોવા મળ્યો હતો જેના કારણે તેની કિંમત રૂપિયા 61,567 જોવા મળી હતી.
જ્યારે વાત વિશ્વ બજાર અંગે કરીએ તો જાણવી દઈએ કે યુએસમાં સોનું 14.30 ડોલરના વધારા સાથે $1,783.44 પ્રતિ ઔંસ પર બંધ થયું. જયારે ચાંદી $0.15ના વધારા સાથે $22.54 પ્રતિ ઔંસ પર બંધ થયો હતો.
આ ઉપરાંત જો વાત દેશ ના અલગ અલગ શહેરોમા સોના અને ચાંદીની કિંમત અંગે કરીએ તો અમદાવાદમાં 22 કેરેટ અને 10 ગ્રામ સોનાનો ભાવ રૂપિયા 45770 હતો જ્યારે આ ભાવ 24 કેરેટ માટે રૂપિય 49190 જો વાત ચાંદી અંગે કરીએ તો તેનો ભાવ રૂપિયા રૂપિય 61600 હતો. જયારે વાત બેંગ્લોર અંગે કરીએ તો અહીં 22 કેરેટ અને 24 કેરેટ સોનાનો ભાવ અનુક્ર્મે રૂપિયા 44750 અને રૂપિયા 48820 હતો આ ઉપરાંત ચાંદીનો ભાવ રૂપિયા 61600 હતો.
જ્યારે આ ભાવ દેશની રાજધાની દિલ્હીમાં 22 કેરેટ સોનું રૂપિયા 46590 અને 24 કેરેટ સોનું રૂપિયા 50830 નો ભાવ હતો આ ઉપરાંત ચાંદીની કિંમત રૂપિયા 61600 હતી આ ઉપરાંત હૈદરાબાદમાં 22 કેરેટ સોનું રૂપિય 44750 જયારે 24 કેરેટ સોનું રૂપિયા 48820 એ વહેચાતુ હતું. જયારે ચાંદીની કિંમત રૂપિય 65500 જોવા મળી હતી.
જો વાત જયપુર અંગે કરીએ તો અહીં 22 કેરેટ અને 24 કેરેટ સોનાનો ભાવ અનુક્ર્મે રૂપિયા 46790 અને રૂપિયા 48990 જોવા મળ્યો હતો જ્યારે ચાંદીનો ભાવ રૂપિયા 61600 નોંધાયો હતો. જયારે સોના ચાંદી નો ભાવ દેશની આર્થિક રાજધાની મુંબઈમાં 22 કેરેટ માટે રૂપિયા 46440 અને 24 કેરેટ માટે રૂપિયા 47440 જોવા મળ્યો હતો. જયારે ચાંદીની કિંમત રૂપિયા 61600 હતી.