India

કોણ છે એ વ્યક્તિ કે જેણે મુકેશ અંબાણી ની પુત્રી ઈશા અંબાણી ને આપ્યું 500 કરોડ કરતા પણ મોંઘા ઘરની ગિફ્ટ જે બાદ ઈશા અંબાણી…..

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલના સમય માં લોકો માટે નાણાં કેટલા જરૂરી છે. જીવન જરૂરિયાત ની ચીજ વસ્તુઓ થી લઈને મોજ શોખની ચીજ વસ્તુઓ માટે પણ નાણાં ની જરૂર પડે છે તેવામાં આપણે સૌ નાણાં ના મહત્વને જાણીએ છીએ માટે દરેક વ્યક્તિ વધુ ને વધુ નાણાં કમાવવા અને ધનવાન બનવા માટે અનેક પ્રયત્ન કરતા હોઈ છે. તેવામાં આપણે આજે એક એવી વ્યક્તિ વિશે વાત કરવા ની છે કે જે ભારત માં અમીરી નું બીજું નામ બની ગયા છે.

આપણે અહીં દેશના સૌથી અમીર પરિવાર અને એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણી અને તેમની પુત્રી ઈશા અંબાણી વિશે વાત કરવાની છે. મિત્રો જો વાત મુકેશ અંબાણી અંગે કરીએ તો આપણે સૌ જાણીએ છીએ કે મુકેશ અંબાણી દેશ અને એશિયાના સૌથી અમીર વ્યક્તિ છે. તેઓ દેશના સફળ ઉદ્યોગ પતિઓ પૈકી ના એક છે. તેમની કંપની રિલાયન્સ અનેક પ્રકારના ધંધા સાથે જોડાયેલી છે. મુકેશ અંબાણી એક કુશળ બિઝનેશ મેન સાથો સાથ એક સારા વ્યક્તિ પણ છે. તેમણે ઘણા એવા પ્રોજેક્ટ પણ કર્યા છે કે જેના વડે અનેક જરૂરિતા મંદ લોકોને મદદ મળે છે.

મુકેશ અંબાણી અને તેમનો પરિવાર તેમના કર્યો અને જીવન શૈલી ના કારણે અવાર નવાર ચર્ચામાં રહે છે. લોકો પણ તેમના અને તેમના અંગત જીવન વિશે માહિતી મેળવવા માંગે છે. હાલ આવી જ એક બાબત માં મુકેશ અંબાણી ની પુત્રી ઈશા અંબાણી ઘણી ચર્ચા માં છે. આ ચર્ચાનું કારણ તેમને ગિફ્ટમાં મળેલું ઘર છે. મિત્રો સૌ પ્રથમ જો વાત ઈશા અંબાણી અંગે કરીએ તો જણાવી દઈએ કે મુકેશ અંબાણી ના ત્રણ બાળકો પૈકી ઈશા એક છે. ઈશા અંબાણી સુંદર તો છે જ સાથો સાથ તેઓ ઘણી સારી બિઝનેસ વુમન પણ છે.

ઈશા અંબાણી અવાર નવાર પિતા મુકેશ અંબાણી ને તેમના કાર્ય માં મદદ કરતી જોવા મળે છે. પુત્રીની આવી જ ધંધા અંગે ની આવડત ને ધ્યાનમાં રાખીને મુકેશ અંબાણી એ તાજેતર માં જ એક ભાસણ માં કહીંયુ હતું કે તેમની નિવૃત્તિ પછી ત્રણેય ભાઈઓ બહેનો નો કંપની માં સરખો ભાગ મળશે. મિત્રો હાલ માં ઈશા અંબાણી પોતાની શાહી જીવન શૈલી અને પોતાના આલીશાન ઘરને લઈને ચર્ચા માં છે. જણાવી દઈએ કે ઈશા અંબાણી જે ઘરમાં રહે છે તે ઘરની કિંમત 500 કરોડ કરતા પણ વધુ છે અને આ ઘર તેમને ગિફ્ટમાં મળ્યું છે.

મિત્રો જણાવી દઈએ કે થોડા સમય પહેલા જ ઈશા અંબાણી ના લગ્ન થયા છે. તેમના લગ્ન દેશના જાણીતા ઉદ્યોગ પતિના પુત્ર આનંદ પિરામલ સાથે થયા છે. જણાવી દઈએ કે આનંદ પણ એક સફળ બિઝનેસ મેન છે. લગ્ન બાદ ઈશા અને આનંદ તેમના આ નવા ઘરમાં રહે છે. જો કે જણાવી દઈએ કે આ ઘર ઈશાને લગ્ન બાદ તેના સસરા તરફથી ગિફ્ટમાં મળ્યું છે. અને અહીં ઈશા રાણી ની જેમાં જીવન વિતાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *