ખજુરભાઈ ને કઈ વાત નો ગુસ્સો આવ્યો? જાણો ગુજરાતી ઓ ને શુ અપીલ કરી..

ગુજરાતના યુટયુબર અને કોમેડી કલાકાર ખજુરભાઈ એટલે કે નીતિનભાઈ જાની છેલ્લા બે મહીના થી ગુજરાત અને ખાસ કરી ના સૌરાષ્ટ્ર ના અલગ અલગ ગામડા ઓ મા ખુબ સેવા કરી રહ્યા છે અને તાઉ’તે વાવાઝોડા બાદ છે લોકો ના ઘર પડી ગયા હોય તેવો ને તે ઘર બનાવી ની આપી રહ્યા છે અનેક ગરીબોને તેવો એ ઘર બનાવી આપ્યા છે.

ખજુરભાઈ એ છેલ્લા બે મહીના મા એક કરોડ થી વધુ ની રકમ તેવો એ ગરીબો ને મકાન બનાવવા મા વાપરી છે અને સૌરાષ્ટ્ર મા સેવા કરી રહયા છે ત્યારે તાજેતર મા રાજુલા મા નીરાધાર લોકો ને મદદ કરી રહ્યા છે. તેવો એક દિવસ અગાવ વિડીઓ શેર કરી ને જણાવ્યું હતુ કે પાંચ દિવસ અગાવ જ એક 95 વર્ષ ના દાદા નુ મકાન ઘણુ નબળી હાલત મા ધ્યાન મા આવતા તેવો એ તેમના દીકરા ઓ સાથે વાત કરી હતી. અને તેમના દીકરા ઓ સાથે ઘણી ચર્ચાઓ કરી ને અંતે તેમના શ્યામભાઈ અને ઘનશ્યામ ભાઈ દીકરાઓ ના સહયોગ થી મકાન બનાવ્યું.

જેમનુ મકાન બનાવ્યું તવો કાનજીદાદા 95 વર્ષ છે અને એક ગાંધીવાદી અને પ્રમુખ સ્વામી સાથે પણ રહેલા છે. 4-5 દિવસ સતત મહેનત કરી ખજુરભાઈ ની ટીમ દાદા ના દિકરા અને ગામ લોકો ની મદદ થી દાદા નુ ઘર તૈયાર કરી ને દાદા નુ ઘરમા સ્વાગત કરાયુ હતુ. ત્યાર બાદ આજે ફરી ખજુરભાઈ એ વિડીઓ શેર કરી ને કીધું હતુ કે આપણા ગુજરાત મા મોટા ભાગ ના વડીલો ની હાલત સલામત નથી , કાનજી ભાઈ ના બે દીકરા છે શ્યામભાઈ અને ઘનશ્યામ ભાઈ રાજુલા મા રહે છે અને તેના બાપા ને સાચવતા નથી. અમે કાલે એમને ઘર બનાવી ને આપ્યુ અને આજે બાપા ની હાલત જોવો તમે.જેમાં 95 વર્ષ ના દાદા નો વિડીઓ ખુજરભાઈ એ શેર કર્યો હતો અને વિડીઓ વધુ ને વધુ શેર કરવાની અપીલ કરી હતી.

Spread the love

Leave a Reply

Your email address will not be published.