India

ખેતી કામ કરનાર આ વ્યક્તિ જયારે પોતાના લગ્નમાં ઘોડી ને બદલે પહોંચીયો હેલીકૉપટર માં તો ગામના લોકો……

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આપણા દેશમાં લગ્નને કેટલું મહત્વ આપવામાં આવે છે. જેના કારણે દેશની લગભગ દરેક વ્યક્તિ પોતાના યોગ્ય સમયે લગ્ન કરતી જોવા મળે છે. આપણે સૌ જાણીએ છીએ કે દરેક વ્યક્તિના જીવનમાં લગ્ન ઘણું જ મહત્વ ધરાવે છે. લગ્ન ના કારણે ફક્ત બે વ્યક્તિ નહિ પરંતુ બે પરિવાર એક બીજા સાથે જોડાઈ જાય છે. જો કે લગ્ન પહેલાજ લગ્નને લગતી અનેક તૈયારીઓ શરુ થઇ જાય છે. પરિવાર ના લોકો પણ લગ્નને લઈને ઘણા જ ઉત્સાહમાં હોઈ છે. આ ઉપરાંત જેમના લગ્ન હોઈ છે તેમના હરખ વિશે તો શું જ વાત કરવી.

આપણે સૌ લગ્નના મહત્વ ને જાણીએ છીએ. વળી આજના સમય માં લોકો દ્વારા પોતાના લગ્નને અન્યથી અલગ બનાવવા ઉપરાંત પોતાના લગ્ન યાદગાર રહે તે માટે અનેક વસ્તુઓ કરવામાં આવે છે. લોકો લગ્નના કપડાં, લગ્ન ડેકોરેશન ઉપરાંત અવનવી થીમ પાછળ અઢળક પૈસો વાપરે છે જેનો ઉદેશ પોતાના લગ્ન યાદગાર રહે તેવો હોઈ છે. જો કે લગ્નને લઈને આવો ક્રેઝ ફક્ત શહેરી વિસ્તારમાં જ જોવા મળે છે તેવું નથી પરંતુ ગામના વિસ્તારોમાં પણ લગ્ન માટે અનેક એવી પ્રવૃતિઓ કરવામાં આવે છે કે જેના કારણે આવા લગ્ન લોકોમાં ચર્ચાનો વિષય બની રહે છે.

હાલ આવા જ એક લગ્ન લોકોમાં ઘણા ચર્ચામાં છે. જેની પાછળનું કારણ લગ્નમાં આવેલ હેલીકૉપટર છે. મિત્રો જણાવી દઈએ કે અહીં એક યુવક પોતાના લગ્નમાં ઘોડી પર આવવાના બદલે હેલીકૉપટર માં સવાર થઈને આવ્યો હતો કે જે આખા ગામમાં ચર્ચાનું કેન્દ્ર બની ગયું હતું. જો વાત આ ઘટના અંગે વિસ્તારથી કરીએ તો તે આ પ્રમાણે છે.

જણાવી દઈએ કે આ અનોખા લગ્ન જાલોડ માં થયા છે. જો વાત આ યુવક અંગે કરીએ કે જે હેલીકૉપટર માં સવાર થઈને લગ્ન સ્થળે પહોંચીયો હતો તો આ યુવકનું નામ યાસીન છે, કે જે જોધપુર જિલ્લાના ઘંટીયાલા ગામનો રહેવાશી છે. જણાવી દઈએ કે તેઓ ખેતી કામ સાથે સંકળાયેલા છે. આ યુવક પોતાના લગ્નને યાદગાર બનાવવા માટે લગ્નમાં ઘોડીના બદલે હેલીકૉપટર માં આવ્યો હતો. જયારે તેનું હેલીકૉપટર ગામ આ આવ્યું ત્યારે ગામના ઘણા લોકો તેમના સ્વાગત માટે અને આ અનોખા લગ્ન જોવા માટે ત્યાં આવી પહોચીયા.

આ ઉપરાંત આ હેલીકૉપટર ની મદદથી જ બંને પતિ પત્ની ને પરત તેમના ઘરે લઇ જવામાં આવ્યા. જણાવી દઈએ કે હેલીકૉપટર ની આ વ્યવસ્થા યાસીન ના મોટા ભાઈ મહબૂબ ખાને કરી હતી. જો વાત આ હેલીકૉપટર અંગે કરીએ તો તેમણે 7 લાખ 50 હજાર રૂપિયા આ હેલીકૉપટર ની બુકીંગ માટે આપ્યા હતા. હાલ આ લગ્ન લોકોમાં ચર્ચાનું કેન્દ્ર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *