ગજબ ના રહસ્યો થી ભરપુર છે આ હજારો વર્ષો જુનુ મંદીર ! જેના પાયા હવામા રહે છે.

ભારત એક અનોખો દેશ છે અહીં તમને અનેક ચમત્કાર જોવા મળશે. અહીં વિવિધ માન્યતા અને વિવિધ સંસ્કૃતિ વાળા લોકો રહે છે જોકે ભારત ચમત્કાર થી ભરપૂર છે. ભારત માં અનેક એવા બાંધકામો છે જે એટલા રહસ્યમય છે કે તેના આવા રહસ્ય ને હાલની તારીખે પણ ઉકેલી શકાયા નથી. તો ચાલો આપડે અહીં એક એવા જ મંદિર વિશે વાત કરવા જઈ રહિયા છીએ.

આ વાત છે એક એવા મંદિરની કે જે દક્ષિણ ભારત માં આવેલ છે આ મંદિર નું નામ લેપક્ષિ મંદિર છે જે આન્ધ્રપ્રદેશ નાં અનંતપુર જીલ્લા માં આવેલ છે. આ મંદિર ભગવાન શિવ, ભગવાન વિષ્ણુ, નું છે જે 70 સ્તંભ પર બનેલું છે. અહીં એક સ્વયંભુ શિવલિંગ પણ આવેલું છે.

જો વાત કરીએ તેના બાંધકામ વિશે તો પહેલા અહિ નુ શિવલિંગ ખુલ્લા આકાશ નીચે હતું પરંતુ 1538 માં બે ભાઈઓ વિરુપન્ના અને વિરન્ના કે જે વિજયનગર ના રાજા સાથે કામ કરતા હતા તેમણે બનાવ્યું હતું. જો પુરાણોનુ માનીએ તો અહીંનું વિભદ્ર મંદિર ઋષિ અગસત્ય એ બનાવડાવિયુ હતું.

આ મંદિર 70 સ્તંભ પર ઉભું છે પરંતુ એક સ્તંભ હવામાં લટકે છે. જેને માટે બ્રિટિશ લોકો એ ઘણી શોધ કરાવી અને 1902 માં બ્રિટેશ એન્જિનયરો એ આ સ્તંભ નું રહસ્ય જાણવા ના અનેક પ્રયત્ન કરિયા. તેમના જણાવીયા અનુસાર કદાચ આ મંદિર બાકીના સ્તંભ પર ઉભું હશે.

તેમણે એક વાર આ લટકતા સ્તંભ પર હથોડા થી વાર કરી તેનું રહસ્ય જાણવા નો પ્રયત્ન કરીયો. પણ તે હથોડા ની અસર તેનાથી 25 ફુટ દૂરના સ્તંભ પર થઈ અને તેમાં તિરાડ પડી ગઈ.  જેથી એવું લાગે છેકે આ મંદિર નું આખું વજન આ લટકતા સ્તંભ પર જ છે. આ સ્તંભ ને કારણે તેને હેંગિંગ ટેમ્પલ તરીકે ઓળખવામાં આવે છે.

લોકોની માન્યતા એવી છે કે આ જુલ્તા સ્તંભ ની નીચેથી કપડું પસાર કરવાથી તેમાંના જીવન ની દરેક સમસ્યા દૂર થઈ જાઈ છે અને તેમના જીવન માં સુખ, શાંતિ આવી જાઈ છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *