ગરીબી નો સામનો કરતા કરતા એક વૃદ્ધ વ્યકિતએ અચાનક જ રસ્તા પર જીવ ગુમાવ્યો…..

મિત્રો જીવન ! આપણે સૌ જાણીએ છીએ કે દરેક વ્યક્તિ માટે પોતાનું જીવન કેટલું મુલ્યવાન હોઈ છે. માણસને જીવન તો મળી જાય છે પરંતુ મળેલું જીવન વિતાવ્વુ ઘણું જ મુશ્કેલ વાત છે. આપણે સૌ જાણીએ છિએ કે હાલનો સમય હરીફાઈ નો સમય છે. અને લોકો વધુ ને વધુ નાણાં કમાવવા માટે સતત પ્રયત્નશિલ રહે છે.

જેની પાછળ નું કારણ એ છેકે હાલના સમય માં લોકો દ્વારા નાણાં ને ઘણું મહત્વ આપવામા આવે છે. હાલના સમય માં વ્યક્તિ માટે ગરીબી એક અભિશ્રાપ સમાન છે. જો કે ઘણા વ્યક્તિઓ પોતાની આવી હાલત માંથી બહાર નીકળવા માટે ઘણી જ મહેનત કરતા હોઈ છે. આપણે ઘણા ગરીબ વૃદ્ધ વ્યકિતઓ ને કામ કરતા જોઈએ છીએ કેજે અશક્ત હોવા છતા પણ પોતાના પરિવાર નું ભારણ પોષણ કરવા ઘણી જ મહેનત અને સંઘર્ષ કરતા હોઈ છે.

હાલ એક એવો બનાવ સામે આવ્યો છે કે જ્યાં એક આવી જ વૃદ્ધ વ્યકિત પરિવાર નું ભારણ પોષણ કરતા કરતા પોતાનુ જીવન ખોઈ બેશા આ ઘટના જોયા બાદ આપણી આંખમાં પણ પાણી આવી જાય છે. અને આવા લોકો કે જે પરિવાર માટે આટલું કરે છે તેમના માટે સન્માન ની લાગણી જોવા મળે છે.

મળતી માહિતી અનુસાર આ ઘટના મધ્યપ્રદેશના કટરા બજાર ની છે. અહીં એક ગરીબ વૃદ્ધ વ્યક્તિ કે જે ગરીબી નો સામનો કરવા અલગ અલગ નાની મોટી વસ્તુઓ વેચવા માટે પોતાની નાની અને ખુલ્લી દુકાન કટરા બજારમાં અને આસપાસના મેળાઓમાં લગાવતો હતો. તે વ્યક્તિ એકા એક જિંદગી ને અલવિદા કઈ ને જતો રહ્યો.

જો વાત મૃત્યુ પામેલા આ વૃદ્ધ વ્યક્તિ વિશે કરીએ તો તેનું નામ ચંદનલાલ રાય હતું. તે તુલસીનગર વોર્ડમાં રહેતા હતા. જો વાત તેમના પરિવાર અંગે કરીએ તો તેમના પરિવાર માં તેઓ પત્ની અને ચાર પુત્રો અને એક પુત્રી છે. જેમાંથી એક પુત્ર માનસિક રીતે અશક્ત છે.જ્યારે બીજા ત્રણ પુત્રો મજૂરી કામ કરે છે. ચારેય પુત્રોના લગ્ન થયા નથી. સખત મહેનત કરીને તેમણે પોતાની દીકરીના લગ્ન કરાવ્યા હતા.

જો વાત તેમની મૃત્યુ અંગે કરીએ તો આસપાસ ના લોકોએ તેના પરિવારના સભ્યોને તેમની મૃત્યુ અંગે જાણ કરી હતી. પરિવાર ના સભ્યો પહોંચે ત્યાં સુધીમા તો ચંદનલાલ રાય પાછળ પાર્ક કરેલી બાઇક પર ઢળી ગયા હતા. અને પછી ઊભા થયા નહીં. બાદ માં પરિવાર ના લોકો તેમને સાગર જિલ્લા હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *