ગાડી ચાલાકે ગાડી પરથી ખોઈ બેસ્યો કાબુ જે બાદ સર્જાયો અકસ્માત જેમાં ત્રણ લોકો….
મિત્રો આપણે સૌ જાણીએ છીએ, તેમ છેલ્લા ઘણા સમયથી દેશ અને રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આપણે જયારે પણ ફોન કે છાપુ ખોલિએ છિએ કે તરત આવી ઘટનાઓ નજરે પડે છે. અકસ્માત ના કારણે લગભગ રોજ અનેક લોકો પોતાનો જીવા ગુમાવ્તા હોઈ છે. આવા અકસ્માતો એક કે બીજી વ્યક્તિની ગેર સમજ કે ભૂલ ના કારણે થતાં હોઈ છે.
પરંતુ દરેક અકસ્માત આવી જ રીતે થતા હોય તેમ જરૂર નથી ઘણી વાર વાહન ચાલાક ની પોતાની ભૂલને કારણે પણ અકસ્માત સર્જાય છે. જેમાં તેને પોતાનો જીવ પણ ગુમાવવા પડે છે.
હાલ આવા જ એક દુઃખદ અકસ્માત અંગે માહિતી મળી રહી છે કે જ્યાં એક ગાડી સવાર વ્યક્તિ એ પોતાનું નિયંત્રણ ખોઈ બેસતા અકસ્માત સર્જાયો હતો જો કે સદનસીબે અકસ્માત માં કોઈ જાન હાનિ અંગે માહિતી મળી નથી. જો વાત આ અકસ્માત અંગે વિસ્તારથી કરીએ તો તે આ પ્રમાણે છે.
મળતી માહિતી અનુસાર આ અકસ્માત બનાસકાંઠા જિલ્લાના અમીરગઢના ધનપુરા પાટિયા નજીક નેશનલ હાઈવે પર સર્જાયો હતો. અહીં એક ગાડી કે જે રાજસ્થાન તરફથી આવી રહી હતી તેવા સમયે ગાડીના ચાલાક નો ગાડી પરથી કાબુ ગુમાવતા ગાડી અનિયંત્રિત થતાં ગાડી ડિવાઇડર સાથે ટક્કરાઇ ગઈ હતી જે બાદ ગાડી પલ્ટી જતા અકસ્માત સર્જાયો હતો.
જો કે અકસ્માત માં રાહત ની બાબત એ રહી કે આ અકસ્માત માં કોઈ પણ જાન હાનિ અંગે માહિતી મળી નથી. જણાવી દઈએ કે અકસ્માત સમયે ગાડી માં ત્રણ લોકો સવાર હતા. અકસ્માત અંગે માહિતી મળતા પોલીસ ટીમ ઘટના સ્થળે પહોચી અને રાહત કામગીરી શરૂ કરી હતી.