Gujarat

જય હો આપા ગીગા…. જાણો આપા ગીગા સતાધાર નો ઈતિહાસ

Spread the love

વીરપુર અને પરબની જગ્યા જેવી સેવા ધર્મનો સંદેશો ફેલાવતી સોરઠની શોભા છે આપા ગીગા ભગતનું સતાધાર.

જૂનાગઢથી ૫૬ કિલોમીટર રોડ રસ્તેવ છે. તેમજ જૂનાગઢ દેલવાડાના રેલ્વેગમાર્ગથી સતાધાર જવાય છે. એસ.ટી. બસની સેવા દર કલાકે મળે છે. રોડ માર્ગથી જતા રસ્તા્માં બીલખા પાસે ચેલૈયાનો ખાંડણીયો અને શેઠ સગાળશાની પ્રસિદ્ધ જગ્યાીના દર્શન થઈ શકે છે. અહીં બાજુમાંજ દક્ષિ‍ણામુર્તિ પૂજ્ય શ્રીમદ્ આચાર્ય નથુરામ શર્માનો આનંદાશ્રમ છે. એસ. ટી. બસ આ બંને જગ્યાાએ તથા સતાધારના મંદિર પાસેજ ઉભી રહે છે.

જુની હકીકત મુજબ કાઠિયાવાડના કાઠીકુળના સંતાનો સૂરજને ઈષ્ટજદેવ માને છે. પાંચાળમાં સૂરજદેવળની સ્થા પના થયા પછી તેમના સમર્થ સંતોમાં આપા જાદર ભગત થઈ ગયા તેમના શિષ્યમ દાના ભગત હતા. ચલાળામાં ઈ. સ. ૧૭૮૪ થી ૧૮૭૮ના સમય કાળમાં દાના ભગતે આશ્રમ સ્થા પેલ. ગાયોની સેવા કરતા અને આપદકાળે આશ્રમમાં અભ્યાતગતોને તે આશરો આપતા.

ઇષ્ટઆદેવના ધ્યા્નમાં મગ્ન રહેતા આપા દાના પાસે એક દિ‘ પુત્ર ગીગાને લઈ માતા લાખુ આ આશ્રમમાં આવ્યાપ, તે પુત્ર સાથે જગ્યા માં રહી સેવાનું કામ કરતા હતા. એક સમયે બાળક ગીગાના ભવિષ્યાને જોઈ દાના મહારાજે માતા લાખુને કહ્યું કે તારો બાળપુત્ર પ્રગટ પીર થશે અને લોકોમાં પૂજાશે.

ગીગાની કિશોરવયમાં માતા લાખુનો સ્વેર્ગવાસ થયો. માતાનું એક મોહબંધન હતું તે પણ ગયું. હવે ભલી જગ્યાી અને ભલા આપા દાના, આશ્રમની ગાયોની સેવા કરતા, છાણાનાં સુંડલા ઉપાડતા અને સતત ઈશ્વરનું રટણ કરતાં ગીગા ઉપર આપા દાના એક દિવસ પ્રસન્ન થયા. ગીગાને માથે પંજો મારી પટ્ટ શિષ્યા બનાવ્યાા. તે ગીગા ભગત આજીવન ગૌસેવા સંત સેવા કરી ગીગેવ પીર કહેવાયા

પટ્ટ શિષ્યગ બનાવ્યાન પછી દાના મહારાજે આશિષ આપી અને આશ્રમની જગ્યાેમાંથી જુદા કરી ગીગાને આજ્ઞા આપી કે જે જગ્યાઉએ ચુલાના અગ્નિમાંથી લોબાનની ભભક ઉઠે ત્યાંે ગાદીની સ્થાોપના કરજે. આપા દાનાએ આશ્રમની અડધી ગાયો આપી તે ગાયો સાથે ચલાળાની ફુલવાડીમાં થોડા સમય રહી ગીગા ભગતે ગામ છોડ્યું.

ઘણા ગામોમાં પરિભ્રમણ કરતા કરતા ગીરમાં આંબાઆરે આવ્યાી. જ્યાં આંબાજર નદીના નીર વહેતા હતા. ચોગદરમ ગીરીમાળાઓમાં સાવજોના વાસ વચ્ચે મોરલાના ગહેકાટ થતા હતા. કુદરતના ખોળે અખુટ પાણી અને લીલીકુંજ વનરાઈ જોઈ; આપા ગીગાનું મન પ્રસન્ન થઈ ગયું. ગાયોને નીરાંતવા ચરવા મુકી ચુલાનો અગ્નિ ચેતાવ્યોા, તેમાં લોબાનની ભભક ઉઠતા ગુરૂની – આજ્ઞાની યાદ આવી‘ ને આપાગીગાનો આત્માો રાજી થયો. દાના ગુરૂની આજ્ઞાએ આ ધરતીને માનો ખોળો ગણી આંબાજર નદીને કાંઠે ગીગા ભગતે ઝુંપડી બાંધી. અહીં વિક્રમ સંવત ૧૮૬૫માં ગાદીની સ્થાળપના કરી ધરમની ધજા ફરકાવી. આ સ્થાગન સતાધારના નામે પ્રખ્યા ત બન્યુંમ.

આપા ગીગાએ શરૂ કરેલ અન્નક્ષેત્ર અને અભ્યા‍ગતોનો આદર સત્કાીર આજે પણ ગીગેવપીરની આ સંસ્થા સતાધારને આંગણે થાય છે. વિક્રમ સંવત ૧૯૨૬માં આપા ગીગાએ સમાધ લીધી છે. આ સમાધી સ્થાઆનકે માનતા પુરી કરવા અને ગાદીના દર્શન કરવા અસંખ્ય ભાવિકો શ્રદ્ધાથી અહીં આવે છે. આ સંસ્થાઆના અન્નક્ષેત્રમાં ભોજન પ્રસાદ લ્યેન છે. સતાધારનાં આ સમાધી મંદિરે આરતી દર્શન સમયે શ્રદ્ધાળુ ભાવિકોની ભીડ થાય છે.

આપા ગીગાના અનુકરણે કરમણ નામના ભક્ત થયા. તેમણે વિક્રમ સંવત ૧૯૩૩માં આપા ગીગાની સમાધી ઉપર દેવળ બનાવ્યું . તેઓ મહા સમર્થ હતા, કહેવત છે કે કરમણ ‘ત્રુઠ્યા આપે દિકરા, રૂઠ્યા ખોવે રાજ‘ આ સમર્થ સંતોની પરંપરાએ રામ ભગત અને હરિ ભગત થયા. ત્યા ર પછી લક્ષ્મયણ ભગત જે ૩૨ વર્ષ મહંત રહ્યાં, અને જગ્યાએને આબાદ કરી તેમના પછી શામજી બાપુ થયા. તેઓ ૩૧ વર્ષ મહંત પદે રહ્યા. તેમના સમય કાળમાં સતાધાર ખૂબજ પ્રસિદ્ધ થયું.

આ બધા સંતોની સમાધીઓ આપા ગીગાના મુખ્યધ સમાધી મંદિર પાસે ઓટા ઉપર છે. સામેજ કોઠારમાં પ્રાચીન ઘડાઈના નમુનારૂપ વાસણો જોવા જેવા છે. સતાધારની જગ્યા પાસે વહેતી આંબાજર નદીના ઉપર સુંદર લક્ષ્મનણ ઘાટ, બગીચો તથા કુંડ છે. આંબાઆરા પાસે ગૌમુખમાંથી શિવલીંગ ઉપર પાણીનો પ્રવાહ વહે છે. સતાધારથી કનકાઈ, બાણેજ અને તુલસીશ્યા્મ જવાય છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *