Gujarat

જાણો ભુજમાં બિરાજતા માં આશાપુરાની અખંડ જ્યોતનો ચમત્કાર

Spread the love

ગુજરાતમાં ઠેક ઠેકાણે ઘણા એવા મંદિરો આવેલા છે જ્યાં ઇતિહાસ આજે પણ વખણાય છે, ભક્તો ની શ્રદ્ધા અને આસ્થાના કેન્દ્ર એવા એ મંદિરોમાં લાખોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે જાય છે અને પોતાની ઈચ્છાઓ એ મંદિરોમાં વ્યક્ત કરે છે, અને એ મનોકામનાઓ પૂર્ણ પણ થાય છે, આજે પણ આ મંદિરોના સત અને ચમત્કારોના પરચાઓ આપણને મળે છે, આવું જ એક મંદિર ભુજમાં આવેલું છે, જ્યાં માં આશાપુરા બિરાજે છે. કચ્છમાં આવેલા ભૂકંપમાં પણ આ મંદિરની અંખડ જ્યોત પ્રજ્વલિત રહી હતી, આ મંદિરનું માહાત્મ્ય ખુબ જ મોટું છે, ત્યાં દર્શન માત્રથી દુઃખો દૂર થાય છે.

ભુજના આ આશાપુરા મંદિરનું માહાત્મ્ય એટલું મોટું રહેલું છે કે આજે પણ ભક્તિભાવ અને સાચી શ્રદ્ધાથી આ મંદિરમાં દર્શન કરવા આવનાર ભક્તોનો દિશા નિર્દેશ માતાજી કરે છે, તો સમય આવે ભક્તોએ માં અંબા સ્વરૂપના આશાપુરના ચમત્કાર પણ જોયા છે. આ મંદિરનું માહાત્મ્ય છેલ્લી ચાર સદીથી જળવાતું આવ્યું છે. સંત 1610ના રાજાશાહી સમય દર્મિયા ના મંદિરમાં મૂર્તિઓની સ્થાપના કરવમાં આવી હતી.

ભુજના આ આશાપુરા મંદિરમાં બે મૂર્તિ મુકવામાં આવે છે જેમાં 1555માં રાજા ખેંગારજીને એક પ્રતિમા દુર્ગા સ્વરૂપે ભેટ મળી હતી. બીજી મૂર્તિનો ઇતિહાસ જોઈએ તો 1735થી 1780 દરમિયાન મોગલ સામ્રાજ્ય દ્વારા મંદિરને ખંડિત કરવાના પ્રયાસો થયા હતા, ત્યારે એ સમયના મહંતે મૂર્તિ સંતાડીને ભૂગર્ભમાં લઇ ગયા હતા. આ દરમિયાન અંજારના મેઘજી શેઠે રજવાડાઓ ભેગા કરીને 12 ભય રાજ્યની સ્થાપના કરી ત્યારે અહીંયા બીજી મૂર્તિ પ્રશ્થાપીત કરવામાં આવી હતી. આ રીતે ભુજના આશાપુરા મંદિરમાં બે મૂર્તિઓની સ્થાપના થઇ હતી.

આ મંદિરની અંદર ચમત્કારિક અનુભૂતિ ત્યારે થઇ જયારે વર્ષ 2001માં આવેલા ભયંકર ભૂકંપની અંદર આખું કચ્છ ધ્રુજી ઉઠ્યું હતું, ત્યારે આ મંદિરમાં પણ બધું જ પડી ગયું તું, પરંતુ એ સમયે 465 વર્ષ જૂની જ્યોત પ્રજ્વલિત રહી હતી, અને આ મંદિરની અંદર 250થી વધુ લોકોને આશરો પણ આપવામાં આવ્યો હતો. આજુબાજુના ગામ સાથેનો વ્યવહાર પણ થઇ શકે એમ નહોતો કારણ કે આ ભૂકંપના કારણે બહાર કાટમાળના ઢગલા જ ખડકાયા હતા, આવી ભયંકર સ્થિતિમાં પણ 5000 લિટરના ટાંકામાં પાણી પણ ખુટ્યું નહોતું કે ભોજનમાં સમસ્યા ઉભી થઇ નહોતી, ત્યારે લોકોએ માતાજીના આ પરચાનો અનુભવ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *