જોવો આ બેને કેવુ મશીન બનાવ્યું? ઘવ પણ દળાઈ અને કસરત પણ થઈ જાય

કોઈ પણ અઘરું કામ સરળતાથી અને નાણાં ના વધુ વ્યય વગર અને ખુબજ સારી રીતે કરવાની કાળા આપડા ભારતીયો માં રહેલી છે. લોકો તેને જુગાડ કહે છે. જોકે જુગાડ માં આપડા ભારતીયોને કોઈ પાછું પાડી શકે તેમ નથી. તો ચાલો આપડે અહીં એક એવાજ જુગાડ વિશે વાત કરવા જઈ રહિયા છીએ, કે જેના મદદ વડે ઘર બેઠા તાજો લોટ મેળવી શકાય છે.

તો ચાલો આપડે આખી માહિતી મેળવીયે. આ જુગાડ એક યંત્ર ને લઇને છે આ યંત્ર કોઈ મામૂલી યંત્ર નથી. તેની મદદ વડે માત્ર સાઇકલ ચલાવીને તાજો લોટ મેળવી શકાય છે. આ યંત્ર માટે એક સાઇકલ નો ઉપયોગ કરવામાં આવે છે. સાઇકલ ના આગળ ના ભાગ માં ઘઉં નાખવા માટે એક પાત્ર ની વયવસ્થા હોય છે. કે જેમાં ઘઉં નાખવામાં આવે છે.

આ સાઇકલ માં નીચેના ભાગમાં એક રિંગ હોય છે. કે જેની સાથે એક પટ્ટો જોડાયેલ હોય છે. જે પેલા ઘઉં ના પાત્ર સાથે પણ જોડાયેલ હોય છે. હવે તમે જેમ-જેમ પેડલ મારશો તેમ-તેમ આ પટ્ટા ની મદદથી પેલી રિંગ ફરશે અને ઘઉં દળાવા લાગશે. આમ આ યંત્ર માત્ર તમને શુદ્ધ લોટ તો આપે જ છે સાથો-સાથ તે કસરત પણ પુરી પાડે છે.

 

આ યંત્ર ખાસ તો એવી મહિલાઓ કે જે ઘર ની બહાર જીમમાં જઈ શકતી નથી તેવી મહિલા ઓ માટે ઘણુ ઉપયોગી બને છે. તેઓ પોતાના ઘરના કામ ની સાથો -સાથ કસરત પણ કરી શકે છે, આમ આ યંત્ર બે રીતે મદદ કરે છે. આ યંત્રનો વિડિઓ સોશિલ મીડિયા પર ઘણો વાયરલ થયો છે. લોકો તેને પસંદ પણ કરે છે. આ વિડિઓ અત્યાર સુધી માં લગભગ સાત લાખ ત્રીશ હાજર કરતા પણ વધુ લોકોએ જોઈ લીધું છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published.