જોવો છોકાવનારી વાત, ચુંબક ગળવાને કારણે 3 વર્ષના કબીર તિવારીનું અવસાન થયું હતું…

ઈન્દોરઃ ચુંબક ગળવાને કારણે 3 વર્ષના કબીર તિવારીનું મોત થયું હતું. કબીરની બહેન મૈત્રીના રડી-રડીને હાલ બેહાલ થયા છે. જે ચુંબક ગળવાથી કબીરનું મોત થયું, તે મૈત્રી જ રમકડાના ભાગરૂપે લઈને આવી હતી. વાસ્તવમાં મૈત્રીએ ઘરની પાસેના દુકાનથી અમુક દિવસ પહેલા 20 રૂપિયાનું ચુંબકનું પેકેટ અપાવ્યું હતું. આ મેડ ઈન ચાઈના ચુંબક હતું. એક પેકેટમાં સ્ટાર સહિતના આકારના નાના-નાના ચુંબક હતા. તે એક બિંદી જેટલા અને વજનમાં હલકા હતા. આ ચુંબક ચિકણા હોવાથી સ્લિપ થવાના ચાન્સ રહે છે.

આ ચુંબક વડે રમ્યા બાદ મૈત્રીએ તેને કોઈ સ્થળે મુકી દીધા હતા, જે પછીથી કબીરના હાથે લાગ્યા હતા. આ અંગે પરિવારજનોને ત્યારે જાણ થઈ જ્યારે કબીરે ગળામાં કંઈ ચુભતું હોવાની વાત કહી હતી. પરિવારજનો તેને હોસ્પિટલ લઈ ગયા પરંતુ તે સમયે તેને શરદી હોવાથી 10 દિવસ બાદ ઓપરેશન કરવાનું ડોક્ટરોએ નક્કી કર્યું.

શરદીને કારણે કબીરને લિક્વિડ ફૂડ જેવું જ ભોજન આપવામા આવી રહ્યું હતું, જેથી તેની શરદી જાય પછી વહેલી તકે ઓપરેશન કરી શકાય. આ જ કારણે શરદી વધે તેવી વસ્તુઓ તેનાથી દૂર રખાતી. જોકે કબીર વારંવાર આઈસક્રીમ-ચોકલેટની ડિમાન્ડ કરતો હતો.

કબીરના કાકાએ જણાવ્યું કે, આખો પરિવાર કબીરનું ઘણું ધ્યાન રાખતું હતું. 15 દિવસ અગાઉ જ કબીરનું સ્કૂલમાં એડમિશન કરાવ્યું હતું. ઓનલાઈન ક્લાસ પણ શરૂ થઈ ગયા હતા. કબીરને તેમા ઘણી મજા આવતી અને તે ઘણું સમજવા લાગ્યો હતો. બહેન મૈત્રી તો તેની વગર રહી શકતી નહોતી.

બંને સાથે જ રમતા હતા. 10 વર્ષીય મૈત્રી રક્ષાબંધનના તેહવારની રાહ જોઈ રહી હતી, જોકે તે પહેલા જ તેણે પોતાનો ભાઈ ગુમાવતા તેને ઘણો મોટો આઘાત લાગ્યો છે. 2 એપ્રિલના કબીરનો જન્મદિવસ હતો. જોકે ત્યારે શહેરમાં કોરોના પીક પર હતો અને તેના જન્મદિવસના 2 દિવસ પહેલા જ કબીરના દાદાનું કોરોનાથી મોત થયું હતું.

જેના કારણે પરિવારજનોએ ત્યારે કબીરને સમજાવ્યો કે પરિવાર રક્ષાબંધનનો તેહવાર સારી રીતે ઉજવશે. જેથી કબીર પણ રક્ષાબંધનના તેહવારની રાહ જોઈ રહ્યો હતો.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *