National

જોવો ભારત ની વાયુ સેના અફઘાનિસ્તાન માથી ત્રણ કુતરા ને પણ ભારત લાવ્યા જાણો કેમ…

Spread the love

તાલિબાનોએ અફઘાનિસ્તાનમાં એક પછી એક વિસ્તારો કબ્જે કરવાનું શરૂ કર્યું પછી સ્થાનિક સહિત દુનિયાભરના લોકો અફઘાન છોડીને ભાગી રહ્યા છે. ભારતે પણ કાબુલમાં આવેલી ભારતીય એલચી કચેરીના કર્મચારીઓને અનેરાજદ્રારીઓને ભારત બોલાવી લીધા છે.

મહત્ત્વની વાત એ છે કે ભારતીય એલચી કચેરીમાં ડોગ સ્કવોડમાં કામ કરતા 3 શ્વાનને પણ કાબુલથી વિમાનમાં બેસાડીને ભારત લાવવામાં આવ્યા છે આ શ્વાનના નામ છે માયા, રૂબી અને બોબી આ ત્રણેય ડોગ અત્યારે સોશિયલ મીડિયામાં ચર્ચામાં છે અને તેમની તસ્વીરો પણ શેર થઇ રહી છે. આ ડોગ્સ ભારતની ધરતી પર આવીને ખુશખુશાલ હોવાનું જાણવા મળ્યું છે.

ન્યૂઝ એજન્સી એએનઆઇના અહેવાલ મુજબ મંગળવારે જયારે ભારતીય વાયુસેનાના વિમાનમાં લોકો કાબુલથી ભારત પહોંચ્યા ત્યારે તેમની સાથે 3 ડોગ્સને પણ સાથે લાવવામાં આવ્યા હતા. અત્યારે ત્રણેય ડોગ્સને Indo-Tibetan Border Police (ITBP)ના છાવલા કેંપમાં રાખવામાં આવ્યા છે. કમાન્ડોની ટુકડી સાથે માયા, રૂબી અને બોબી મંગળવારે ગાજિયાબાદના હિંડન એરફોર્સ બેઝ પર ઉતર્યા હતા. આ ત્રણેય ડોગ્સ કાબુલમાં ભારતીય દુતાવાસની સુરક્ષામાં તૈનાત હતા અને તેમણે ત્યાં અનેક વખત સુરક્ષા અધિકારીઓની મદદ કરી હતી.

ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ આ ત્રણેય શ્વાનની કામગીરી સરાહનીય રહી હતી. તેમણે ભારતીય દુતાવાસ પાસે અનેક વખત વિસ્ફોટકોને સુંઘીને ઓળખ કરી હતી અને તે રીતે ભારતીય અને અફઘાન કર્મચારીઓની સહાયતા કરી હતી. આ ત્રણેય શ્વાનને હરિયાણાના પંચકુલામાં આવેલી ડોગ ટ્રેનિંગ સ્કુલમાં તાલિમ આપવામાં આવી હતી. ITBPના કહેવા મુજબ ત્રણેય શ્વાન જયારે જમીન પર પહોંચ્યા ત્યારે એકદમ ખુશ નજરે પડયા હતા.

ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે અફઘાનિસ્તાનની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કાબુલમાં ભારતના રાજદુત અને બધા ભારતીય કર્મચારીઓને તરત ભારત લાવવાનો નિર્ણય લેવાયો છે અને મંગળવારે ભારતીય વાયુ સેનાનું વિમાન 120 લોકોને લઇને દિલ્હી પહોંચી ગયું હતું.

જાણવા મળેલી માહિતી મુજબ કાબુલમાં ભારતીય કોન્સ્યૂલેટ જનરલની ઓફીસમાં માયા, રૂબી અને બોબી ઘણા સમયથી કામ કરે છે અને તેમની હાજરીને કારણે કર્મચાકીઓ સુરક્ષા અનુભવતા હતા. જયારે કોન્સ્યૂલેટ જનરલની ઓફીસ સ્ટાફ ખાલી કરીને ભારત જવાનો નિર્ણય કરવામાં આવ્યો ત્યારે કર્મચારીઓએ માનવતા સમજીને આ ત્રણેય શ્વાનને પણ વિમાનમાં સાથે બેસાડી દીધા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *