Gujarat

જો તમે પણ સોના રોકાણ કરવા માંગતા હોય તો જાણી લો કેવા રહેશે 2022 મા સોના ના ભાવ….

Spread the love

જો તમે સોનામાં રોકાણ કરો છો અને વર્ષ 2022માં પણ સોનામાં રોકાણ કરીને નફો કમાવવાનું વિચારી રહ્યા છો, તો પૈસાનું રોકાણ કરતા પહેલા એ જાણી લેવું જરૂરી છે કે વર્ષ 2022માં સોનું તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે અથવા તમને નુકસાન થઈ શકે છે. જો કે સોનાની કિંમતો વિશે ચોક્કસ અનુમાન લગાવવું શક્ય નથી પરંતુ બજારના નિષ્ણાતોનું માનીએ તો વર્ષ 2022માં સોનાના રોકાણ પર મોટી અસર જોવા મળી શકે છે યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ વધારાને લઈને જે સંકેતો આપવામાં આવી રહ્યા છે તેની અસર સોના પર થવાની છે. સોનામાં રોકાણને આનાથી અસર થશે.

યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં વધારાના સંકેતોને કારણે વર્ષ 2022માં સોનામાં રોકાણ પર તેની અસર પડી શકે છે. બજારના જાણકારોના મતે આ સમાચાર સોનાના ભાવ માટે અનુકૂળ નથી. નિષ્ણાતોનું માનીએ તો વ્યાજદરમાં વધારો સોનાના ફાયદાને મર્યાદિત કરશે, કારણ કે સોનું ખરીદવાની કિંમતમાં વધારો થશે. એટલે કે વ્યાજદરમાં વધારાથી સોના પર દબાણ વધશે. વ્યાજદરમાં વધારો થશે તો સોનામાં રોકાણને અસર થશે. રોકાણકારો ETF માં તેમની હોલ્ડિંગ ઘટાડવાનું શરૂ કરે છે. એટલે કે વર્ષ 2022માં સોના માટે કોઈ સારા સંકેતો નથી.

બજારના નિષ્ણાતોના મતે વર્ષ 2022માં સોનાના ભાવનું નીચું સ્તર પ્રતિ ઔંસ $1568 સુધી અને સર્વોચ્ચ સ્તર $1876 પ્રતિ ઔંસ સુધી હોઈ શકે છે. જો હાલની વાત કરીએ તો સોનું 48000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની નજીક પહોંચી ગયું છે, જ્યારે વૈશ્વિક સ્તરે સોનાની કિંમત $1800 પ્રતિ ઔંસની નજીક છે. વર્ષ 2020ની સરખામણીએ વર્ષ 2021માં સોનાની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો હતો. આ વર્ષે સોનામાં 5 ટકાનું નેગેટિવ રિટર્ન જોવા મળ્યું છે, જ્યારે વર્ષ 2020માં સોનું તેના સર્વકાલીન ઊંચા દરે પહોંચ્યું હતું. સોનાની કિંમત 56264 રૂપિયા પ્રતિ 10 ગ્રામના આંકડાને પાર કરી ગઈ હતી.

બીજી તરફ બજારના જાણકારોના મતે ઓમિક્રોન તરફથી સોનાને સપોર્ટ મળી રહ્યો છે. સુરક્ષિત રોકાણ તરીકે રોકાણકારો સોના તરફ આકર્ષાઈ રહ્યા છે. વર્ષ 2022ની શરૂઆતમાં આનાથી સોનાની કિંમતમાં તેજી આવી શકે છે. 2022ની શરૂઆતમાં ઓમિક્રોનના કારણે સોના નો ભાવ વધી શકે છે. બીજી તરફ મોંઘવારી વધવાના કારણે સોનાને ટેકો મળી રહ્યો છે. અમેરિકામાં ફુગાવો 31 વર્ષની ટોચે પહોંચી ગયો છે. જ્યારે ચીનમાં મોંઘવારી 40 વર્ષની ટોચે પહોંચી ગઈ છે. જેની અસર સોનાના ભાવ પર પડી રહી છે.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *