જ્યારે પાંચ વર્ષ ના બાળકે પોતાના સૈનિક પિતાને આપી શ્રદ્ધાંજલિ તો સૌની આખો ભરી આવી…..

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે કોઈ પણ વ્યક્તિ માટે સૌથી વધુ ગર્વની વાત પોતાના દેશ અને પોતાની માતૃભૂમિ ની સેવા અર્થે આવવાનું હોઈ છે જેને લઈને ઘણા લોકો પોતે સૈન્ય માં જોડાઈ ને દેશ અને દેશવાસીઓ ની રક્ષા કરીને ગર્વની અનુભૂતિ કરે છે. અને દેશ ના તમામ લોકો ને પણ પોતાના આવા વીર જવાનો પર ઘણો જ ગર્વ હોઈ છે.

દરેક દેશવાસિઓ આવા સૈનિકો ને પોતાના હીરો માને છે. પરંતુ સૌથી વધુ દુઃખની વાત ત્યારે થાઈ છે કે જ્યારે આવા વીર જવાનો આપણી વચ્ચેથી વિદાયલે. તેનાથી વધુ દુઃખદ ક્ષણ લગભગ બીજો કોઈ ન હોઈ. આવો જ એક બનાવ હાલ સામે આવ્યો છે. કે જ્યાં એક સિઆરપિએફ જવાન શહીદ થયા છે.

જો વાત આ જવાના અંગે કરીએ તો આ જવાનનુ નામ ધર્મેન્દ્ર કુમાર હતું તેઓ રોહતાસ જિલ્લામા આવેલ સંઝૌલી બ્લોકનું ગરુડા ગામ ના રહેવાસી હતા. જો વાત તેમના પરિવાર વિશે કરીએ તો તેમના પરિવાર માં આઠ વર્ષની દિકરિ રૂબી રાજ અને છ વર્ષની પુત્રી પ્રિયા રાજ અને પુત્ર સિતુ નો સમાવેસ થાય છે. ધર્મેન્દ્ર કુમાર ના પિતાની નામ રામવચન સિંહ જ્યારે મોટા ભાઈઓ નું નામ રાજેન્દ્ર સિંહ અને જિતેન્દ્ર સિંહ ઉપરાંત મુન્ના સિંહ અને પત્ની સુનિતા દેવીનો સમાવેશ થાઈ છે.

જો વાત તેમની વીરગતિ અંગે કરીએ તો છત્તીસગઢના સુક્કમા જિલ્લાના સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના એક શિબિરમાં એક જવાને પોતાના જ સાથીઓ પર ગોળીઓ વર્ષાવી જેના કારણે ચાર સૈનિકો શહીદ થયા હતા. જે પૈકી ધર્મેન્દ્ર કુમાર પણ એક હતા.

તેમના પાર્થિવ શરીરને મંગળવારે લગભગ 2.30 વાગ્યે પટના એરપોર્ટ પરથી CRPF ના જવાનો દ્વારા મોડી રાત્રે તેમના ગામમાં લાવવામાં આવ્યા હતા. તેમની અંતિમયાત્રા માં ઘણા લોકો જોડાયા હતા અને તેમને આસિસ્ટન્ટ કમાન્ડન્ટ વિજેન્દર સિંહ ભાટી ઉપરાંત ઈન્સ્પેક્ટર જેડી વસારુદ્દીન અને બીડીઓ સરફરાઝુદ્દીન સાથે એસએચઓ શંભુ કુમાર અને અન્ય સાથીઓ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. તેના પછી સાથી જવાનો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને ધર્મેન્દ્ર કુમારને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. તેમના પાર્થિવ શરીર ને તેમના પાંચ વર્ષના પુત્ર સીતુ દ્વારા મુખાઅગ્નિ આપવામાં આવી હતી.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *