India

ટ્રક અને બસ અનિયનત્રિત થઈ જતા સર્જાયો ગમખ્વાર અકસ્માત જેમાં 2 લોકો થયા…

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છીએ, તેમ છેલ્લા ઘણા સમયથી દેશ અને રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આપણે જયારે પણ ફોન કે છાપુ ખોલિએ છિએ કે તરત આવી ઘટનાઓ નજરે પડે છે. અકસ્માત ના કારણે લગભગ રોજ અનેક લોકો પોતાનો જીવા ગુમાવ્તા હોઈ છે. આવા અકસ્માતો એક કે બીજી વ્યક્તિની ગેર સમજ કે ભૂલ ના કારણે થતાં હોઈ છે.

હાલ આવા જ એક ગમખ્વાર અકસ્માત વિશે માહિતી મળી રહી છે કે જ્યાં એક બસ અને એક ટ્રક વચ્ચે ટક્કર થતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત ના કારણે 2 લોકો ને ગંભીર રીતે ઈજા પહોંચી હતી. જેમને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. આ અકસ્માત અંગેની વિગતો આ પ્રમાણે છે.

મળતી માહિતી અનુસાર હરિયાણાના ઝજ્જર બહાદુરગઢ રોડ પાસે આવેલા કેએમપી ફ્લાયઓવર પાસે એક રોડવેઝ બસ તથા એક ટ્રક વચ્ચે ટક્કર થઈ હતી જેના કારણે આ અકસ્માત સર્જાયો હતો. આ ટક્કર માં બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત અંગે જાણકારી મળતા પોલીસ ટીમ ઘટના સ્થળે પહોચી અને રાહત કામગીરી ના ભાગ રૂપે અકસ્માત માં ઘાયલ થયેલા બંને લોકો ને રોહતક પીજીઆઈમાં રીફર કરવામાં આવ્યા હતા.

આ અકસ્માત નો બનાવ ઝજ્જર-બહાદુરગઢ રોડ પર આવેલા ફ્લાયઓવરનો પાસે સર્જાયો હતો. અકસ્માત નું મૂળ કારણ ટ્રક અને રોડ વચ્ચેનું સંતુલન બગડવા ને માનવામાં આવે છે અકસ્માતમાં બસમાં સવાર મહિલા મુસાફર ઉપરાંત ટ્રકના ડ્રાઈવરને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે અકસ્માત બાદ જેસીબીની મદદથી ટ્રક ડ્રાઈવર ને ટ્રકથી બહાર કાઢવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *