Gujarat

ટ્રક પુલ પર થી નીચે પડતા અંદર રહેલા બે વક્તી માથી એક વક્તી નું મોત….

Spread the love

અમરેલી સાવરકુંડલા રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ટ્રક ચાલકે કાબુ ગુમાવતા ટ્રક પુલ પરથી નીચે ખાબકતા એક વ્યક્તિનું મોત થયું હતું. જ્યારે એક વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો. જો કે, 108 ઘટના સ્થળ પર પહોંચી ઇજાગ્રસ્તને સારવાર આપી હતી.

મળતી માહિતી મુજબ અમરેલી સાવરકુંડલા રોડ પર આવેલા ચરખડી ગામ નજીક ટ્રક પુલ પરથી નીચે ખાબક્યો હતો. ટ્રક ચાલેક અચાનક કાબુ ગુમાવતા ટ્રક પુલ પરથી નીચે ખાબક્યો હતો. આ અકસ્માતમાં ટ્રક ક્લીનરનું મોત થયું હતું. જ્યારે ટ્રકના એક વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો. આ ઘટના બાદ પુલ પર લોકોના ટોળા એકત્રિત થયા હતા.

જે બાદ અકસ્માતની 108 અને પોલીસને જાણ કરવામાં આવી હતી. 108 ની ગાડીએ ઘટના સ્થળ પર પહોંચી ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર આપી હતી અને વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યારે પોલીસ દ્વારા આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી  હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *