India

તમારે પણ કરવો છે એસીડીટી થી સુટકારો તો કરો આ કામ ! જાણો ફાયદા…..

Spread the love

આજના દોડધામભર્યા અને વ્યસ્ત અને ફાસ્ટ જિંદગીમાં દરેક લોકો બજારુ ખાણીપીણી ખાતા હોય છે. બજારુ ખાણીપીણીમાં મસાલાવાળા ખોરાક હોય છે. અને જો થોડા સમય સુધી બહારનું અથવા તળેલું કરવામાં આવે તો એસીડીટી થવાની સંભાવના વધી જાય છે. જેના કારણે પાચનશક્તિ નબળી પડી જાય છે. અને એસિડનું પ્રમાણ વધી જાય છે. અત્યારની આ પરિસ્થિતિમાં એસીડીટી લગભગ દરેક લોકો ને થતી હોય છે.

એસીડીટી થવાના મુખ્ય લક્ષણ માં પેટમાં એસિડ થવો, પેટ નું ફૂલવું, ગેસ થવો, મનમાં ગભરામણ થવી, છાતી કે ગળામાં બળતરા સાથે દુખાવો થવો વગેરે લક્ષણો જોવા મળે છે. તો ચાલો આજે આપણે જાણીએ કે જે એસિડિટી થતી હોય તેને દૂર કરવાના ઘરેલૂ ઉપાય વિશે. ઘણીવાર એસીડીટી થવાના કારણે છાતીમા બળતરા થવા લાગે છે. જો વધારે પડતું મસાલા વાળું કે દહીં- છાશ ખાવામાં આવે અથવા તો જમીને તરત જ જમણા પડખે સુવાથી, વધારે ફીટ કપડાં પહેરવાથી, ભૂખ્યા પેટે દવા લેવાથી પણ એસિડિટી થઇ શકે છે.

જ્યારે એસીડીટી થાય ત્યારે એક કપ દૂધમાં બે ચમચી સાકર મેળવીને પીવાથી એસીડીટીમાં ફાયદો થાય છે. એક ચમચી અજમો અને જીરુ સરખા પ્રમાણમાં લઈ તને ખૂબ ચાવી ચાવીને ખાવાથી પણ તરત જ એસિડિટીમાં રાહત થઇ છે. તુલસીના છોડને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. તુલસી ના પાન એસીડીટી ઘટાડવા માટે ખૂબ જ મદદરૂપ થાય છે. જે લોકોને એસીડીટીની સમસ્યા હોય તે લોકોએ તુલસીના પાનને ચાવવા જોઈએ તો કાયમ માટે એસીડીટી માંથી મુક્તિ મળશે.

આ સિવાય ગોળ પણ એસિડિટીની સમસ્યામાં ખૂબ જ લાભદાયી ગણવામાં આવે છે. એસિડિટીની સમસ્યામાં ધાણા, વરિયાળી, જીરું, સાકર અને સૂંઠને સરખા પ્રમાણમાં લઈ મિક્સ કરી એક બોટલમાં ભરી લેવી. રોજ રાત્રે એક ચમચી ચાવી ચાવીને ખાવું દરરોજ નિયમિત રીતે આ પ્રયોગ કરવાથી એસિડિટી માં ઝડપથી રાહત મળશે. એસીડીટી થાય તો કેળાનું સેવન કરવું જોઈએ. એસીડીટી થાય તો એક બે કેળા ખાઈ લેવા જોઈએ. કારણ કે કેળામાં ભરપૂર પ્રમાણમાં પોટેશિયમ હોય છે. જે પેટમાં એસિડ માત્રાને સંતુલિત કરે છે.

આ સિવાય ફુદીનો માટે ખૂબ જ સરળ ઉપાય છે. જ્યારે એસીડીટી જેવું લાગે ત્યારે ચારથી પાંચ પાન ચાવીને ખાવા ત્યારબાદ પાણી પીવું તો એસિડિટીમાં રાહત મળશે. જે લોકોને કાયમ માટે એસીડીટીની સમસ્યા રહેતી હોય તે લોકો એ રોજ કાચા દૂધનુ સેવન કરવું જોઈએ. ઉકાળેલું દૂધ પીવું ન જોઈએ. કારણ કે, દૂધમાં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ હોય છે. કે એસિડિટીની સમસ્યા ને ઓછી કરી દે છે. રોજ સવારે ખાલી પેટે તુલસીના પાન ચાવવાથી પણ એસિડિટીમાં રાહત મળે છે.

આ સિવાય આદુ પણ પાચન શક્તિને વધારે છે. ભોજન કર્યા બાદ એક આદુનો ટુકડો ચાવવાથી એસીડીટીની સમસ્યા કાયમ માટે દૂર થઈ જશે. આ સિવાય પાઈનેપલના જ્યૂસના નું સેવન કરવાથી પણ એસિડિટીમાં તરત જ રાહત મળે છે. કારણ કે પાઈનેપલના જ્યૂસના એન્ઝાઇમ નામનું તત્વ રહેલું છે. જે એસિડને ઓછુ કરવા માટે ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે. આ સિવાય જો એસીડીટી ની સાથે સાથે ગેસની સમસ્યા પણ થતી હોય તો બે ચમચી આમળાના જ્યુસ ને સાકર નાખી પીવાથી તરત જ ગેસ અને એસિડિટીમાં રાહત થઇ છે.
અશ્વગંધા ઉપયોગમાં લેવાતી એક ઔષધિ છે. લીમડાના છાલને એક ગ્લાસ પાણીમાં રાત્રે પલાળી સવારે તેને ગાળીને પીવાથી એસીડીટી ની સારવાર માં ખૂબ જ રાહત થાય છે. અને કાયમ માટે મુક્તિ મળે છે. આ સિવાય ગિલોયના સાત-આઠ ટુકડા થઈ પાણીમાં ઉકાળીને પીવાથી પણ એસિડિટીમાં મુક્તિ થાય છે.

રાત્રે મધ સાથે ત્રિફળા નો પાઉડર લેવાથી પણ એસિડિટી માં રાહત થાય છે. આ સિવાય એસિડિટીને દૂર કરવા માટે ઘી અને મીઠું મેળવીને પીવાથી આંતરડામાં ચીકાશ આપે છે. જેના કારણે મળત્યાગ સરળ બને છે અને એસીડીટી બનતું નથી. છાતી કે પેટમાં બળતરા થાય ત્યારે કોથમરી ના રસ ને પીવાથી તરત જ રાહત મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *