દિવાળીના સમય માં પરિવાર પર ફાટ્યું દુઃખ નું વાદળ ફટાકડા લઈને જઈ રહેલ પિતા પુત્રની અચાનક ફટાકડામાં વિસ્ફોટ થતા મોત…….
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં જ આપણે સૌ દિવાળીનો સમય ઘણો જ ધૂમ ધામથી ઉજવ્યો હતો. આપણે સૌ જાણીએ છીએ તેમ દિવાળી પોતાની સાથે અનેક તહેવારો લાવે છે આવા અવનવા તહેવારોના કારણે લોકો માં ઘણો જ હર્ષ અને ઉલ્લાસનો માહોલ જોવા મળે છે લોકો આ દિવસોને યાદગાર બનાવવા અને તહેવારોને સારી રીતે ઉજવવા માટે અનેક પ્રયત્નો કરે છે. આમ લોકો વિવિધ વસ્તુઓ દ્વારા આવા તહેવારોનો વધુ ને વધુ આનંદ લેવાની કોશીશ કરે છે.
પરંતુ જો આવા ખુશીઓ ના માહોલ માં અને તહેવાર ના સમય ગાળામાં જો કોઈ વ્યક્તિ નું મૃત્યુ થઇ જાય તો ? જ્યાં જે પરીવાર માં તહેવારનો હરખ હતો તેમાં એકા એક શોક છવાઈ જાય છે. અને આવોજ એક બનાવ વિશે આપણે અહીં વાત કરવાની છે કે જ્યાં એક પિતા પુત્ર સ્કૂટર પર ફટાકડા લઈને જઈ રહ્યા હતા તેવામાં અચાનક ફટાકડામાં આગ લગતા તે પિતા અને પુત્રનું ઘટના સ્થળે જ મોત થયું હતું. તો ચાલો આપણે આ બનાવ વિશે વધુ માહિતી મેળવીએ.
મળતી માહિતી અનુસાર, આ ઘટના તમિલનાડુ ની છે. અહીં એક પિતા અને પુત્ર સ્કૂટર પર ફટાકડા લઈને જઈ રહ્યા હતા. તેવામાં અચાનક તેમના આ ફટાકડામાં આગ લાગી ગઈ. જેના કારણે એક ઘણો જ મોટો વિસ્ફોટ સર્જાયો હતો. આ વિસ્ફોટના કારણે આ બંને પિતા પુત્ર ના કમ કમાટી ભર્યા મોટ સર્જાયા હતા. આ અકસ્માત એટલો વિશાળ હતો કે જેના કારણે આ બંને પિતા અને પુત્ર ઘટના સ્થળેથી લગભગ 15 મીટર દૂર ફંગોળાઈ ગયા હતા. આ ઉપરાંત ઘટના સ્થળની આસ પાસ આવેલા અમુક લોકો પણ આ વિસ્ફોટના કારણે ઇજા ગ્રસ્ત થયા હતા. આ વિકરાળ ઘટના પાસેના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઈ હતી.