Gujarat

દ્વારકામાં ભારે ગાજવીજ સાથેના વરસાદથી દ્વારકામાં વીજળી પડતાં દ્વારકાધીશે પોતાની અંદર વીજળી સમાવી.

Spread the love

દ્વારકાના જગતમંદિરની ધ્વજા પર વીજળી પડી, દ્વારકાવાસીઓ પરની મોટી ઘાત ભગવા દ્વારકાધીશે ટાળી.ધ્વજા પર વીજળી પડતા દંડને નુકસાન દેવભૂમિ દ્વારકા જિલ્લામાં યાત્રાધામ દ્વારકામાં આજે સવારથી મેઘરાજા મહેરબાન થયા છે. દ્વારકામાં ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આજે જગતમંદિરની ધ્વજા પર વીજળી પડતા દંડને નુકસાન થયું હતું.

ધ્વજા પર વીજળી પડતો લાઈવ વીડિયો વાઈરલ થતા લોકો માની રહ્યા છે કે, ભગવાન દ્વારકાધીશજીએ જ દ્વારકા શહેર પરની ઘાત ટાળી દીધી. સ્વભાવિક છે કે, આ વીજળી મંદિર આસપાસના રહેણાંક વિસ્તારમાં પડી હોતો તો સંભવિત જાનહાનિ થઈ હોત.

વીજળી પડતા ધ્વજાના દંડને સામાન્ય નુકસાન જગતમંદિરની ધ્વજાજી પર વીજળી પડતા દંડને અને ધ્વજાને સામાન્ય નુકસાન પહોંચ્યું છે. મહત્વનું છે કે, દ્વારકાધીશ મંદિર પર ચડતી ધ્વજાનું ધાર્મિક રીતે વિશેષ મહત્વ ધરાવે છે. સ્થાનિક લોકોનું માનીએ તો, મંદિર આસપાસ વીજળીના આ પ્રકારના દ્રશ્યો પ્રથમવાર જોવા મળ્યા હતા.

જગતમંદિરને કોઈ નુકસાની નહીં-SDM દ્વારકાના એસડીએમ ભેટારિયાએ કહ્યું હતું કે, આજે બપોરના સમયે જગતમંદિરની ટોંચ પર લહેરાતી ધ્વજા પર વીજળી પડી હતી. જેના કારણે ધ્વજાના દંડને સામાન્ય નુકસાન થયું છે, જગતમંદિરને કોઈ નુકસાની થઈ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *