Gujarat

ધીરુભાઈ અંબાણી ની લોકો સાથે કામ કરવાની એક અનોખી રીત ફક્ત થોડા જ લોકો જાણે છે.

Spread the love

ગુજરાતી ઉધોગપતિ સ્વ.ધીરુભાઈ અંબાણી ના પ્રેરક જીવન વિશે લગભગ બધા ને જાણકારી હશે જ તો પણ અહીં એક વાક્ય કહેવાનુ જરૂર થાય કે  કેટલાક લોકો જન્મે છે ભાગ્ય સાથે, તો કેટલાક મહેનતથી પોતાનુ ભાગ્ય બનાવી પોતાના જીવનને આદર્શ બનાવે છે.

ધીરુભાઈ અંબાણીનો જન્મ  ૨૮, ડિસેમ્બર ૧૯૩૨ ભારતના ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લાના ચોરવાડ ખાતે હિરાચંદ ગોરધનભાઈ અંબાણી અને જમનાબેનના ઘરે  અત્યંત સામાન્ય સ્થિતિ ધરાવતા મોઢ વણિક શિક્ષક પરિવારમાં થયો હતો કોકિલાબેન સાથે તેમના લગ્ન થયા અને બે દીકરા મુકેશ અંબાણી અને અનિલ અંબાણી તથા બે દીકરીઓ નિતા કોઠારી અને રિના સલગાંવકર

જો કે, તેઓ કિશોરવયના હતા ત્યારે તેમણે રિટેલિંગમાં કુશળતા મેળવી  ઉત્સુક રસ બતાવ્યો અને એક પ્રગતિશીલ ભારતની કલ્પના કરી ૧૬ વર્ષની ઉંમરે તેઓ યેમનમાં આવેલા એડન ખાતે ગયા હતા.તેમણે 300 રૂપિયાના પગારથી એ.બીસ એન્ડ કું મા  કામ કર્યું.બે વર્ષ બાદ એ.બીસ. એન્ડ કું શેલ(Shell)ઉત્પાદનોની ડિસ્ટ્રીબ્યુટર બની અને ધીરુભાઈને બઢતી સાથે કંપનીના એડનના બંદર ખાતેના ફિલિંગ સ્ટેશનના સંચાલનની જવાબદારી સોંપવામાં આવી.પછી ભારત પરત આવ્યા રિલાયન્સ પોલિયસ્ટર યાર્નની આયાત અને મસાલાની નિકાસ કરતી હતી.

. રીલાયન્સ કમર્શિયલ કોર્પોરેશન(Reliance Commercial Corporation)ની પ્રથમ ઓફિસ મસ્જિદ બંદરની નરસિનાથ ગલી ખાતે શરૂ કરવામાં આવી. જેમાં 350 sq ft  એક ટેલિફોન, એક ટેબલ અને ત્રણ ખુરશી સાથેનો ઓરડો હતો. શરૂઆતમાં કારોબારમાં મદદ કરવા તેમના પાસે બે સહાયક હતા.

1965માં, ચંપકલાલ દામાણી અને ધીરુભાઈ અંબાણી વચ્ચેની ભાગીદારીનો અંત આવ્યો અને ધીરુભાઈએ પોતાની રીતે શરૂઆત કરી. આવડત દંતકથા સમાન હતી. તેઓ અત્યંત સહાયકારી હતા કર્મચારીઓ સરળતાથી તેમની કેબિનમાં જઈને પોતાની સમસ્યાઓની ચર્ચા કરી શકતા હતા  કર્મચારીઓ, શેરધારકો, પત્રકારો કે પછી સરકારી અધિકારીઓ જેવા વિવિધ વર્ગો સાથે કામ કરવાની ધીરુભાઈ ની પોતાની આગવી પદ્ધતિ હતી

પ્રથમ ટેક્સટાઈલ મિલ 1966 માં અમદાવાદ ના નરોડા વિસ્તારમાં શરૂ કરી. ધીરુભાઈએ “વિમલ”‘ (Vimal) બ્રાન્ડ શરૂ કરી. પોતાના મોટાભાઈ રમણિકભાઈ અંબાણીના દીકરા વિમલ અંબાણીના નામ પરથી તેમણે આ નામ રાખ્યુ હતું. ભારતના અંતરિયાળ ગામડાઓમાં સઘન માર્કેટિંગના કારણે “વિમલ”(Vimal) નામ ઘરે-ઘરે જાણીતુ નામ બન્યું. ફ્રેન્ચાઈઝી રીટેઈલ આઉટલેટ્સ શરૂ કરવામાં આવ્યા અને તેઓ “ઓન્લી વિમલ” (“only Vimal”) બ્રાન્ડના કાપડ વેચતા.

1975ના વર્ષમાં વિશ્વ બેન્કની ટેકનિકલ ટીમે વિમલના ઉત્પાદન એકમની મુલાકાત લીધી હતી તે  સમયે આ એકમને “વિકસિત દેશના ધોરણો મુજબ પણ શ્રેષ્ઠ”હોવાનું પ્રમાણપત્ર અપાયુ હતુ

ધીરુભાઈ પોતાના કારોબારમાં વૈવિધ્યકરણ લાવ્યા અને પેટ્રોકેમિકલ્સમાં નિપુણતા હાસલ કરવાની સાથે ટેઈન્ફર્મેશન ટેકનોલોજી, એનર્જી, પાવર, રીટેલ, ટેક્સટાઈલ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેવાઓમાં, મૂડી બજારો, અને લોજિસ્ટિક્સ ક્ષેત્રે પણ કારોબરનો વિસ્તાર કર્યો

ધીરુભાઈ અંબાણી નું અવસા હ્દય રોગના હુમલાના કારણે 24 જૂન 2002ના રોજ ધીરુભાઈ અંબાણીને મુંબઈ ખાતેની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. તબીબી ટુકડી તેમનું જીવન બચાવવામાં નિષ્ફળ રહી.તેઓ 6 જુલાઈ, 2002,ના રોજ રાત્રે  તેમનુ અવસાન થયુ

ધીરુભાઈ અંબાણીની અંતિમયાત્રામાં હજારો લોકો જોડાયા હતા. હિન્દુ પરંપરા મુજબ પિતાના શરીરને ઊંચકીને જતા મુકેશ અંબાણી અને અનિલ અંબાણી તેમની અંતિમ સંસ્કાર વિધિમાં માત્ર ઉદ્યોગપતિઓ, નેતાઓ અને સુપ્રસિદ્ધ માણસો જ નહિ, પરંતુ હજારોની સંખ્યામાં સામાન્ય લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા મુંબઈ ખાતેના ચંદનવાડી સ્મશાનગૃહ ખાતે 7 જુલાઈ, 2002ના રોજ  તેમને અગ્નિદાહ અપાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *