Gujarat

નરભક્ષિ ચિત્તાએ નાના બાળક સાથે કર્યું એવું કે જંગલ માંથી આ બાળકનો…

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આ સમગ્ર પૃથ્વી પર માત્ર મનુસ્યજ નથી કે જે વસવાટ કરે છે. પરંતુ અનેક પશુ અને પક્ષિઓ પણ વસવાટ કરે છે. જેમાંથી અમુક પશુઓ ઘણા જ ખુંખાર હોઈ છે. જેને જોતાજ લોકો માં અફરા તફરી મચી જાય છે અને લોકો પોતાનો જીવ બચાવવાની કોશિશ માં લાગી જાય છે.

આવું જ એક જાનવર ચિત્તો છે. આ એક નરભક્ષિ પ્રાણી છે. તે પોતાના શિકાર ને એક વાર પકડી લે તેના પછી તેને જીવતો છોડતો નથી. હાલ આવા ખૂંખાર પ્રાણી નો સામનો હિમાચલ પ્રદેશની રાજધાની શિમલા માં વસતા લોકો ને કરવો પડે છે. અહીં એક નરભક્ષિ ચિત્તો ઘૂસી આવ્યો છે જેના કારણે લોકો માં ભાઈ ને માહોલ છે. જેની પાછળ નું કારણ આ ચિત્તો એક પછી એક પોતાના શિકાર ની શોધ માં માનવ રહેણાંક માં ઘૂસી આવે છે.

હાલ આ ચિત્તનો શિકાર એક નાનો બાળક બન્યો છે જેના પછી સમગ્ર વિસ્તાર માં ભઈ સાથે દુઃખનો માહોલ જોવા મળે છે. જો વાતા આ સમગ્ર ઘટના વિશે કરીએ તો આ બનાવ શિમલા માં આવેલ જૂના બસ સ્ટેન્ડને અડીને આવેલા ડાઉનડેલ વિસ્તારમા સર્જાયો હતો. અહીં આ ચિત્તાએ 6 વર્ષના માસૂમ બાળક ને પોતાનો શિકાર બનાવ્યો હતો.

જો વાત આ બાળક અંગે કરીએ તો આ બાળક નું નામ યોગરાજ છે તે પોતાના પિતા કેદારનાથ અને પરિવાર સાથે ડાઉનડેલ વિસ્તાર માં મંદિરની નજીક રહેતા હતા. દિવાળી નો સમય હોવાથી યોગરાજ પાડોશીના બાળક સાથે ઘરના આંગણામાં ફટાકડા ફોડી રહ્યો હતો. ત્યારે આ ચિત્તાએ બાળક ને પોતાનો શિકાર બનાવ્યો. આ ઘટના અંગે પાડોસ ના 4 વર્ષ નાં બાળકે પરિવાર ને આપી.

ત્યાર બાદ પરિવાર ના લોકો આ બાળકને ગોતવા નીકળી પડ્યા પરંતુ તેમને તેના અંગે કોઈ માહિતી મળી નહીં જેના પછી પરિવાર ના લોકોએ આ બનાવ અંગે પોલીસ અને વન્યજીવ વિભાગને જાણ કરી. દિવાળી ની રાતે ગાયબ થયેલ આ બાળક ની લાશ જંગલમાંથી મળી આવી હતી.

જોકે આ કોઈ પહેલો બનાવ નથી. આ પહેલા પણ 4 ઓગસ્ટના રોજ શિમલાના કાનલોગ વિસ્તારમાંથી આ ચિત્તા એક બાળકને લઈ ગયો હતો આ ઉપરાંત વિકાસનગર સમિત્રી, કનાલોગ, ખલીની અને ફાગલી વગેરે વિસ્તારોમાં આ ચિત્તા જોયાનિ ફરિયાદો પણ લોકો એ કરી છે.

આ ઉપરાંત લોકો જંગલી વિસ્તાર પાસે આવેલા રહેણાંક વિસ્તારોમાં ફેન્સીંગ કરવાની માંગ કરે છે. પરંતુ પ્રશાસન દ્વારા હજુ સુધી આ વિષય પર કોઈ કામગીરી કરવામાં આવી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *