પીયુષ જૈનના નોટોના ભંડારની માહિતી એજન્સી સુધી કોણે પોહચાડી? આ અંગે થયો મોટો ખુલાસો
વર્તમાન સમયમાં હાલ થોડા સમય પેહલા જ એક સમચાર વિશે ખુબ ચર્ચા થઈ રહી છે આ સમાચાર બીજા કઈ નહી પણ કાનપુર જીલ્લાના પીયુષ જૈન પાસેથી ૧૫૦ કરોડ રૂપિયાની નોટોએ મળી આવી હતી હાલતો નોટોને ગણવાનું કાર્ય શરુ જ છે માનવામાં આવી રહ્યું છે કે આ કાર્યએ ૨૫ ડીસેમ્બર સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. રેડ દરમિયાન પીયુષ જૈનના ઘરના કબાટ માંથી નોટો મળી આવી હતી.
અધિકારીઓની મદદથી આ નોટોને ગણવાનું કાર્ય હજી શરુ છે અને આ રેડ દરમિયાન મળેલ નોટો અને દસ્તાવેજને અધિકારીઓએ જપ્ત કરી લીધા છે, એટલું જ નહી પીયુષ જૈનના સંતન પ્રત્યુશ જૈનને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.
પાન મસલા કારોબારી માંથી મળેલ સબૂતોને ડીજીજીઆઈ એ આ કડીને એવી રીતે જોડી કે આ ઘટનામાં એક પછી એક રહસ્યો ખુલતા ગયા અને ખુફિયા સુચનાના આધાર પર ડીજીજીઆઈ અમદાવાદના અધિકારીઓએ કાનપુરના પાન મસાલા સમૂહની ફેક્ટરી પરિસર અને ટ્રાન્સપોર્ટ સબંધિત તપાસ શરુ કરી છે આ દરમિયાન રોજ નવી નવી ખબરો સામે આવે છે.
આ તપાસ દરમિયાન એક ચર્ચિત ટ્રાન્સપોર્ટ સાથે જોડાયેલ અને એક કારોબારી સાથે એક લીંક મળી હતી. આ ખુલાસા દરમિયાન જાણવા મળ્યું હતું કે ૧૦ કરોડ કાળા નાણાનું લેણદેણ કરવામાં અઆવ્યું હતું હાલતો એવો ખુલાસો કરવામાં આવી રહ્યો છે કે ટ્રાન્સપોર્ટ અને પાન મસાલા કંપની વચ્ચે લગભગ ૧૦ કરોડ રૂપિયાનું લેણદેણ કરવામાં આવ્યું હતું જેમાંથી ડીજીજીઆઈ વિંગને નાણાનો ભંડાર પ્રાપ્ત થયો હતો ત્યારબાદ આ વિંગએ ઇન્કમટેક્સ વિભાગને સુચના આપી હતી.
આ ઘટનાની ખાસ વાત તો એ છે કે આ ઘટનામાં ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓ પણ આ પૈસા ગણવા માટે ઓછા પડી રહ્યા હતા આથી નોટો ગણવા માટે ૪ મશીનોની જરૂર પડી હતી ત્યારે આ નોટોનો પૂરે પૂરો હિસાબ થયો હતો ડીજીજીઆઈ અને ઇન્કમટેક્સ વિભાગે ૨૩ ડીસેમ્બરના રોજ કારોબારી પીયુષ જૈનના કાનપુર, ક્ન્નોંજ મુંબઈ અને ગુજરાત સ્થિત તેની તમામ સંપતીને ઇન્કમટેક્સ દ્વારા જપ્ત કરવામાં આવી હતી.
આ તપાસ દરમિયાન પીયુષ જૈનના તમાંમ પરિવાર જનોને પૂછતાછ કરવામાં આવી હતી અને તેના ઘણા બધા દસ્તાવેજને જપ્ત કરવામાં આવ્યા હતા. કેન્દ્રીય અપ્રત્યક્ષ અને સીમા શુલ્ક બોર્ડના અધ્યક્ષ વિવેક જૌહરીના અનુસાર રેડમાં લગભગ ૧૫૦ કરોડ રૂપિયાની નોટોને જપ્ત કરવામાં આવી હતી આ વિભાગના અધિકારીઓ દ્વારા નોટોની ગણતરીનું કાર્ય હજી શરુ છે આ વિભાગના મુખ અધકારી જણાવે છે કે આ નોટની સંપૂર્ણ ગણતરી થતાની સાથે જ અમે તમને સંપૂર્ણ માહિતી પોહચાડીશું
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.