પોતાના પ્રેમી સાથે લગ્ન કરવા વિદેશી મહિલા પહોંચી બિહાર અને આવતાની સાથે જ આ મહિલએ…..
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે માનવી ઘણો લાગણીશીલ છે. અને પોતાના આવા સ્વભાવ ના કારણે તે સમગ્ર જીવનમાં અનેક લોકો સાથે સંબંધ બાંધે છે, જે પૈકી પ્રેમ એક છે. આપણે સૌ જાણીએ છીએ કે યોગ્ય વ્યક્તિ સાથે પ્રેમ થાય તે ઘણું ફાયદા કારક છે. યોગ્ય વ્યક્તિના કારણે જીવન સારી રીતે વીતે છે. જયારે તેનાથી ઉલટું અયોગ્ય વ્યક્તિ સાથે થયેલ પ્રેમ વ્યક્તિના જીવન ને ઘણું જ નુકસાન પણ પહોંચાડી શકે છે.
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે પ્રેમ આંધળો હોઈ છે તેવું લોકો કહે છે. એક વાર પ્રેમમાં પાડનાર લોકો કઈ પણ વિચારતા નથી અને એક બીજાની સાથે રહેવા માટે અનેક પ્રયાસો કરે છે આ માટે તેઓ પોતાના પ્રેમની ખાતર કોઈ પણ ની સામે લાડવા માટે તૈયાર થઇ જાય છે. પછી ભલે સામે સમગ્ર વિશ્વ કે પોતાનો ખુદનો પરિવાર પણ કેમ ના હોઇ. તેઓ કોઈના વિશે વિચારતા નથી. પરંતુ ઘણી વખત આવા પ્રેમ કરનાર ની કિસ્મત પણ તેમની સાથે હોઈ છે.
જેના કારણે આ પ્રેમા કારના લોકો ના પરિવાર ના સભ્યો પણ આવા સંબંધ ને સમજે છે અને પ્રેમ કરનાર લોકોને એક બીજા સાથે લગ્ન કરવાની પરવાનગી આપે છે. પરિવાર ની સહમતી અને પોતાના પ્રેમ અને ઇચ્છા મુજબ ના વ્યક્તિ સાથે લગ્ન કરવા મળે તો દરેક વ્યક્તિનો ખુશીઓ નો પાર નાથી રહેતો. આવો જ એક બનાવ હાલ સામે આવ્યો છે કે જ્યાં એક વિદેશી મહિલા પોતાના પ્રેમી સાથે લગ્ન કરવા બિહાર સુધી પહોંચી ગઈ.
જો વાત આ ઘટના વિશે વિસ્તારથી કરીએ તો તે કંઈક આ પ્રમાણે છે. આ બનાવ બિહાર ના ભગવાનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના કથરિયા ગામનો છે. અહીં પોતાના પ્રેમીને જીવન સાથી બનાવવા માટે ફ્રાન્સના પેરિસમા રહેતી એક યુવતી બેગુસરાઈ આવી હતી. અને બંને એ ભારતીય સંસ્કૃતિ પ્રમાણે લગ્ન કર્યા હતા.
જો વાત આ દંપતિ અંગે કરીએ તો તમને જણાવી દઈએ કે અહીં રહેતા રામચંદ્ર શાહના પુત્ર કે જેમનું નામ રાકેશ કુમાર છે તેમણે સનાતન પરંપરા અનુસાર પેરિસથી આવેલી અને એક બિઝનેસ વુમન મેરી લોરી હેરેલ સાથે લગ્ન કર્યા. આ લગ્ન માટે યુવતી ઉપરાંત તેના પરિવારના સભ્યો પણ આવ્યા હતા.
જો વાત આ બંને ના લગ્ન અંગે કરીએ તો તમને જણાવી દઈએ કે આ બંને એ પ્રેમ લગ્ન કર્યા છે. જો વાત તેમના પ્રેમ વિશે કરીએ તો તમને જણાવી દઈએ કે રાકેશ કુમાર દિલ્હીમાં રહેતો હતો અને દેશના વિવિધ ભાગોમાં પ્રવાસી માર્ગદર્શક તરીકે કામ કરતો હતો. તે સમયે લગભગ 6 વર્ષ પહેલા ભારત ફરવા આવેલી મેરી સાથે તેમની મિત્રતા થઈ હતી. અને ભારતથી પરત ફર્યા બાદ પણ આ બંને વચ્ચે વાતચીત ચાલુ રહી.
તેમની વાતચીત ના કારણે તેઓ સારા મિત્ર બન્યા અને ક્યારે આ મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ તેના વિશે ખબર જ નાં પડી. કે બાદ લગભગ 3 વર્ષ પહેલા રાકેશ પણ પેરિસ રહેવા ગયો હતો. અને તેણે મેરી સાથે કાપડનો વ્યવસાય શરૂ કર્યો. કાપડનો ધંધો કરતાં બંનેનો પ્રેમ ગાઢ થયો. આ વાતની જાણ મેરીના પરિવાર ને થતાં તેમણે બંનેના લગ્નને મંજૂરી આપી દીધી.
જો કે તમને જણાવી દઈએ કે પહેલા આ લગ્ન પેરિસમાં જ કરવાના હતા, પણ મેરીને ભારતીય સભ્યતા અને સંસ્કૃતિ પસંદ હતી. જેના કારણે મેરિએ ભારત આવીને રાકેશ કુમારના ગામમાં લગ્ન કરવાનુ નક્કી કર્યું.