India

ફરવા ગયેલ મિત્રોને રસ્તામાં થયો કાળ નો સામનો અકસ્માત માં 5 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા જ્યારે અન્ય લોકો….

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છીએ, તેમ છેલ્લા ઘણા સમયથી દેશ અને રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આપણે જયારે પણ ફોન કે છાપુ ખોલિએ છિએ કે તરત આવી ઘટનાઓ નજરે પડે છે. અકસ્માત ના કારણે લગભગ રોજ અનેક લોકો પોતાનો જીવા ગુમાવ્તા હોઈ છે. આવા અકસ્માતો એક કે બીજી વ્યક્તિની ગેર સમજ કે ભૂલ ના કારણે થતાં હોઈ છે.

અકસ્માતમાં જીવ ગુમાવનાર વ્યક્તિના પરિવાર પર શું વીત્તી હોય. તે આપણે સૌ જાણીએ છીએ કારણ કે પોતાના સ્વજનને ખોવાનું દુઃખ કેટલું હોય છે. તેનાથી આપણે સૌ માહિતીગાર છીએ. આવા જ એક અકસ્માત અંગે હાલ વિગતો મળી રહી છે. જ્યાં અક્સ્માત ના કારણે 5 લોકોને પોતાના જીવ ગુમાવવા પડ્યા છે જ્યારે અમુક લોકો ઈજાગ્રસ્ત થયા છે. જો વાત આ અકસ્માત અંગે કરીએ તો..

મળતી માહિતી અનુસાર આ અકસ્માત રાજસમંદ જિલ્લામાં આવેલ નેશનલ હાઇવે નંબર 8 પર આવેલ ડાઇવર પોલીસ સ્ટેશન હેઠળ પાસેના દારડા પાસે આવેલ એક હોટલ નજીક ના વળાંક પાસે સર્જાયો હતો. આ અકસ્માત ઉદયપુર બાજુથી આવી રહેલી એક ઝેનોન કાર તેની સામેથી આવતા ટ્રેલર સાથે જોરદાર ટકકર ના કારણે સર્જાયો હતો.

જો વાત આ ગાડી અંગે કરીએ તો અકસ્માત સમયે ગાડીમાં દસ લોકો હતા જે પૈકી અકસ્માત ના કારણે ત્રણ લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ થયા હતા. આ ઉપરાંત અકસ્માત ના કારણે સાત લોકોને ગંભીર ઇજા પહોંચી હતી. આ તમામ ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે રાજસમંદ અને ઉદયપુરની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં બે લોકોનું સારવાર સમયે મૃત્યુ થયું હતું.

આ તમામ લોકોના મૃતદેહોને દેવગઢ સીએચસીના શબઘરમાં રાખવામાં આવ્યા હતા. આ અકસ્માત એટલો વિકરાળ હતો કે તેના પછી પોલીસ દ્વારા આસ પાસ ના લોકોની મદદથી ક્રેન દ્વારા કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. જો આ અકસ્માત અંગે વિસ્તારથી વાત કરીએ તો તે આ મુજબ છે.

મળતી માહિતી અનુસાર ગુજરાત તરફ્થી હરિયાણા પસાર કરીને એક ઝેનોન કાર આવી રહી હતી. આ ગાડીમાં પંજાબના ભટિંડાના 10 મિત્રો મુસાફરી કરી રહ્યા હતા. તેવા સમયે મંગળવારે સવારે લગભગ પોણા આઠ કલાકે દારડા પાસે આવેલ આરામ હોટલની આગળના વળાંક પાસે ભીમા વિસ્તાર તરફથી આવી રહેલા ટ્રકે આ ગાડીને ટક્કર મારી હતી. અને આ અકસ્માત સર્જાયો હતો.

અકસ્માત ના કારણે ગડીનો આગળના ભાગ ના ભુક્કા બોલી ગયા હતા. જ્યારે આ ટ્ક પણ રોડની એક બાજુના ખાડામાં પલટી ગયું હતું. આ અકસ્માત ના કારણે કારમાં સવાર તમામ લોકો ફસાઈ ગયા હતા અને ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. અકસ્માત અંગે માહિતી મળતા પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી અને ક્રેન ઉપરાંત આસ પાસ ના લોકોની મદદથી કારમાં ફસાયેલા 7 ઘાયલ અને ત્રણ મૃતકોને બહાર કાઢ્યા હતા.

અકસ્માત માં ઘાયલો થયેલ લોકોને એમ્બ્યુલન્સ દ્વારા જિલ્લા હોસ્પિટલ રાજસમંદમાં મોકલવામાં આવ્યા હતા અને ત્રણેય મૃતદેહોને દેવગઢ સીએચસીના શબઘરમાં રાખવામાં આવ્યા હતા અને પોલીસે સંબંધીઓને જાણ કરી હતી. જો વાત અકસ્માત માં મૃત્યુ પામેલા લોકો અંગે કરીએ તો તેમા ભટિંડા પંજાબના રહેવાસી જસ્સા સિંહ, સરનજીત સિંહ અને રામનો સમાવેશ થાય છે. જ્યારે સતપાલ સિંહ અને સુખદીપ સિંહનું ઉદયપુર હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.

જ્યારે વાત અકસ્માત માં ઈજાગ્રસ્ત લોકો અંગે કરીએ તો તેમાં નવદીપ સિંઘ અને અમનદીપ સિંઘ ઉપરાંત ગુરવિન્દર સિંઘ અને બલવિન્દર સિંઘ સાથે અન્ય, જેમના નામ જાણી શકાયા નથી, બધાને રાજસમંદ અને ઉદયપુરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *