India

ફોટા પડાવવા ગયેલ આ દંપતિ અને અન્ય બે વ્યક્તિઓ પર આવી પડ્યો સંકટ જેના કારણે……..

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલનો સમય ઈન્ટરનેટ અને સૉશ્યલ મીડિયા નો સમય છે હાલ લોકોને ફોટા પાડવા અને પોતાના ફોટાઓ સૉશ્યલ મીડિયા પર લોકો સાથે શેર કરવા ઘણા ગમે છે. વળી હાલ લોકો માં લગ્નને લઈને અવનવી રિતિઓ વિક્સવ્વા માં આવી છે. અને લોકો આવી અલગ અલગ રીતો નો ઘણો જ આનંદ લે છે.

આ પૈકી પ્રી વેડિંગ સૂટ પણ એક છે. હાલ લોકો માં આ પ્રકાર ના ફોટાઓ પડવાનો ઘણો જ શોખ જોવા મળે છે. લોકો લગ્ન પહેલા અલગ અલગ અંદાજમાં પોતાની અદભુત ક્ષણો માણે છે અને તેના ફોટા પણ પાડે છે. લોકો આવા ફોટા પડાવવા માટે અલગ અલગ જ્ગ્યાઓ પસંદ કરે છે. પરંતુ ઘણી વખત આવા ફોટાઓ પડવાના ચકકરમા લોકોના જીવ પર પણ આવી બને છે. હાલ આવોજ એક બનાવ સામે આવ્યો છે. કે જ્યાં એક દંપતિ લગ્ન પહેલા ફોટા પડાવવા ગઈ અને પાણીમાં ફસાઈ જતા તેમના જીવ પર આવી બની હતી. જોકે સદનશિબે આ ઘટનામા કોઈ જાન હાનિ થઈ નથી.

જો વાત આ બનાવ અંગે વિસ્તારથી કરીએ તો આ બનાવ રાજસ્થાનના ચિત્તોડગઢમાં સર્જાયો હતો. અહીં એક દંપતિ પ્રી-વેડિંગ શૂટ કરવાનું મોંઘુ પડ્યું અને તેમના પર આફત આવી પડી. મળતી માહિતી અનુસાર રાવતભાટાના ચુલિયા ધોધમાં એક દંપતિ કેમેરામેન અને એક મિત્ર સાથે પ્રી-વેડિંગ શૂટ કરી રહ્યું હતું.

તેઓ જ્યારે આ પ્રકાર ના ફોટા પડાવી રહ્યાં હતા ત્યારે અચાનક ડેમના દરવાજા ખુલી ગયા. જોકે દરવાજા ખુલતા પહેલા સાયરન વગડવામા આવ્યો હતો. પરંતુ આ લોકો ફોટા પાડવામાં એટલા મગન હતા કે તેઓએ આ અવાજની અવગણના કરી. ત્યાર બાદ એકા એક પાણી છુટતા પાણી ઝડપથી વહેવા લાગ્યું જેના કારણે આ ચારે લોકો ચુલિયા ધોધમાં ફસાઈ ગયા હતા.

તમને જણાવી દઈએ કે આ ચારેય લોકો જયારે પ્રી વેડિંગ સૂટ કરી રહ્યા હતા. ત્યારે રાણા પ્રતાપ સાગર ડેમના ત્રણ દરવાજાઓ ખોલવામાં આવ્યા હતા. દરવાજા ખોલતાંની સાથે જ પાણીનો પ્રવાહ વધ્યો હતો. પાણી વધતાં આ ચારેય લોકો પાણીમાં ફસાઈ ગયા હતા.

તેના પછી અહીં ફોટા પાડવા આવેલ ફોટોગ્રાફર મુખ્તાર બહાર આવ્યો અને તેણે આ સમગ્ર બનાવ અંગે રાવતભાટા પોલીસને જાણ કરી. આ ત્રણેય લોકો પોતાનો જીવ બચાવ્વા ખડક પર બેસા હતા. પોલીસ ને આ બાબત ની જાણ થતાં તે ઘટના સ્થળે પહોચી અને સૌપ્રથમ ડેમના દરવાજા બંધ કરી દીધા. દરવાજા બંધ થતાં પાણીનો પ્રવાહ ઓછો થયો તેના પછી સિવિલ ડિફેન્સની ટીમે 3 કલાકની ભારે મહેનત બાદ ત્રણેય લોકોને બહાર કાઢ્યા હતા.

જો કે તમને જણાવી દઈએ કે આ લોકો ફોટા પડાવવા માટે એક પ્રતિબંધિત વિસ્તાર માં ગયા હતા જેના કારણે પોલીસે આ તમામ લોકો સામે ફોટોગ્રાફી કરવા બદલ શાંતિ ભંગ કરવાનો ગુનોહ દાખલ કર્યો છે. જો કે આ અગાઉ આવાજ વિસ્તારો માં પાર્ટી કરવા ગયેલ બાળકો પૈકી બે છોકરાઓ તણાઈ ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *