EntertainmentGujarat

બજરંગદાસ બાપાએ શ્રી રામ જન્મભૂમિમાં લીધી આ વ્યક્તિનાં હસ્તેથી દીક્ષા ગ્રહણ કરી હતી

Spread the love

બજરંગદાસ બાપુની લીલા આપણે સૌ કોઈ જાણીએ છે અને આજે એવું કોઈ ગામ કે શહેરની સોસાયટી નહીં હોય જ્યાં બજરંગદાસ બાપુની મઢુંડી ન હોય! ખરેખર તેમની લીલાઓ અપરમ પાર છે. આજે આપણે જાણીશું કે બજરંગદાસ બાપુ કોના હસ્તેથી દીક્ષા લઈને જીવનને ત્યાગ અને સમર્પણના માર્ગે વ્હાવ્યું.

ઇ.સ. ૧૯૪૧-૪૨માં પૂજ્ય બાપાએ પ્રારંભમાં બગદાણા ગામમાં આવેલ હનુમાનજી મહારાજની જગ્યામાં સતત ૧૨ વર્ષ સુધી તપ કર્યું હતું. નિજાનંદી પૂજ્ય બાપાને ભક્તિમાં ખલેલ પહોંચતી લાગતા ગામથી દૂર બગડ અને હડમતાલુ નદીની વચ્ચે આવેલ શાંત જગ્યા પર પસંદગી ઉતારી હતી. જે હાલના આશ્રમ સ્વરૃપે વિકસી છે. ઈ.સ. ૧૯૫૮-૫૯માં આ જગ્યાએ આશ્રમની સ્થાપના કરવામાં આવેલ હત

દર ર્પૂિણમાએ વિશાળ સંખ્યામાં ભાવિકો દૂરદૂરથી પૂજ્ય બાપાના દર્શનાર્થે ઉમટે છે. ઈ.સ.૧૯૬૧માં ફેબ્રુઆરી માસથી અહીં અન્નક્ષેત્ર ચાલી રહ્યું છે. આજુબાજુના ગ્રામ્ય પંથકના સેવાભાવી સ્વયંસેવકો સેવા કાર્ય માટે સતત કાર્યરત રહે છે.

પરમહંસ કોટિના સંત પરમ પૂજ્ય બજરંગદાસ બાપાએ કિશોરાવસ્થામાં ભગવાન શ્રી રામની જન્મભૂમિ અયોધ્યામાં તેમના ગુરુ અધિકારી શ્રી સીતારામ દાસજી બાપુ પાસેથી દીક્ષા લીધી હતી. એવું કહેવાય છે કે, વલભીપુર પંથકના લાખણકા ગામના મૂળ વતની પૂજ્ય બાપાએ યુવાવસ્થામાં મુંબઈના નિવાસ દરમિયાન ભારતની સ્વાધિનતા ચળવળમાં પણ ભાગ લીધો હતો. ત્યારબાદ તેઓ ભાવનગર અને અહીંથી પાલિતાણા પંથકમાં વાળુકડ ખાતે આવેલ રણજિત હનુમાનજીની જગ્યામાં રહ્યા હતા. એ પછી તેઓ કળમોદર અને છેલ્લે બગદાણાને પોતાનું જીવનનું અંતિમ સ્થાન બનાવ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *