બનાવો આ વસ્તુ ઘરે અને લો અદભુત સ્વાદનો આનંદ જાણો આ નવી વાનગી વિશે…

મિત્રો આપણે સૌ સ્વાદિસ્ટ વસ્તુઓ ખાવી ગમે છે. અને આપણે સૌ અવનવા ખોરાક ખાવાના શોખીન છીએ. આ માટે આપણે અનેક નવી નવી વાનગીઓ વિશે માહિતી મેળવતા હોઈએ છીએ અને આવી નવી વાનગીનો આનંદ પણ લેતા હોઈએ છીએ. આજે આ અહેવાલ માં અમે તમારાં માટે એક એવીજ નવી વાનગી લાવ્યા છે કે જે કદાચ તમે આજ સુધી નહીં ખાધી હોઈ વળી આ વાનગી સરળતાથી ઘરે જ બની શકે છે તો ચાલો તેના વિશે માહિતી મેળવીએ.

મિત્રો આજે આપણે ભરેલા ટામેટા વિશે વાત કરવાની છે. જીહા આપણે આજ શુધિમા ભરેલા રીગણા કે બટેટા જરૂર ખાધા છે પરંતુ આજે આપણે ભરેલા ટામેટા વિશે વાત કરવાની છે. આ વાનગી ગ્રેવી અને કોરી એમ બંને રીતે બની શકે છે તો ચાલો આપણે તેના વિશે માહિતી મેળવીએ.

સૌ પ્રથમ આ વાનગી માટે 6 થી 8 ટામેટા ની જરૂર પડશે ઉપરાંત 100 ગ્રામ પનીર, અને બે બટેટા સાથે 1 ચપટી હીંગ, ચોથા ભાગની ચમચીમા જીરું, એક ચમચી આદુની પેસ્ટ. આ ઉપરાંત એક ચમચી જેટલી કિસમિસ સાથે 5 થી 7 કાજુ, અડધી ચમચી લાલ મરચું પાવડર અને અડધી ચમચી હળદર પાવડર સાથે અડધી ચમચી ગરમ મસાલો અને 1 ચમચી ધાણા પાવડર ઉપરાંત 4 લીલા મરચા અને 2 લીલા ધાણા સાથે જરૂર મુજબ તેલ અને મીઠું આ વાનગી બનાવવા જોઈશે.

ત્યાર બાદ જો તેની બનાવટ અંગે વાત કરીએ તો સૌથી પહેલા બટેટા ને સ્વચ્છ પાણીમાં ધોઈ લો. તેના પછી આ બટેટાને પ્રેશર કૂકરમાં મૂકી જરૂર મુજબ પાણી આ કુકર માં ઉમેરી ને બટાકાને ઉકળવા દો. તેના પછી આ કૂકરની 2 થી 3 સીટી વાગે એટલે ગેસ બંધ કરી દો. તેના પછી આ બટેટાની છાલ ઉતારીને તેના ઝીણા ઝીણા પીસ કરીલો. આવીજ રીતે લીલા ધાણા અને લીલા મરચાના પણ પીસ કરીલો.

આટલુ કર્યા બાદ કાજુના ટુકડા કરો. આ વાનગી માટે પનીરને છીણવું. પરંતુ થોડું પનીર છીણવા માટે બાકી રાખવું. હવે ટામેટાને સારી રીતે ધોઈને નિતારી લો. આ પછી, ટામેટાને ઉપરની બાજુથી વર્તુળમાં કાપો અને આ ટામેટાને ગોળ આકારમાં કાપો. આવી રીતે કાપ્યા પછી છરીની મદદથી ટામેટાની અંદરનો પલ્પ કાઢી લો. આ પલ્પ કાઢી લીધા પછી માવો એક બાઉલમાં ભરિલો. બધા ટામેટાંના પલ્પને કાઢી ને તેને મિક્સરમાં પીસીને ઝીણી પેસ્ટ જેવું બનાવો.

આટલું થઈ ગયા બાદ કડાઈને ગેસ પર રાખી તેને ધીમા તાપે ગરમ થવા દો. હવે તેમાં થોડું તેલ ઉમેરો અને તેને ગરમ થાય એટલે આ તેલમા જીરું નાખો અને જીરાને બ્રાઉન થવા દો. આટલું કાર્ય પૂર્ણ થયા બાદ તેમાં હિંગ અને આદુની પેસ્ટ ઉપરાંત લીલા મરચાં સાથે હળદર અને ધાણા પાવડર પણ ઉમેરો. ત્યાર બાદ આ મિશ્રણ માં અડધો ટામેટાંનો પલ્પ અને લાલ મરચાંનો પાઉડર સાથે જરૂર મુજબ મીઠું ઉમેરીને બરાબર ભેગું કરો.

આ મિશ્રણ તેલ છોડે ત્યાં સુધી તેને ગરમ કરો. તેમાં કાજુ અને કિસમિસ ઉપરાંત ગરમ મસાલો ઉમેરો અને ભેગું કરો. આ મસાલામાં બટાકાના ટુકડા ઉમેરો અને ફરી પછુ ભેગું કરો. બટાકાના મસાલા સાથે સારી રીતે તળ્યા પછી તેમાં છીણેલું પનીર અને લીલા ધાણા ઉમેરો.

આ મિશ્રણ ને પાંચ થી છ મિનિટ સુધી ચડવા દો. જેના કારણે હવે ટામેટાં ભરવાનું સ્ટફિંગ તૈયાર છે. આ સ્ટફિંગને એક બાઉલમાં કાઢી અને ટામેટાંમાં ભરો. ધીમી તાપે ગેસ પર તપેલું મૂકો અને તપેલા ને ગરમ કરો. તપેલામા તેલ ઉમેરીને ચારે બાજુ ફેલાવી દો. ભરેલા ટામેટાંને એક પેનમાં મૂકો. ટામેટાં પર એક ટેબલસ્પૂન તેલ રેડો.

ત્યાર બાદ આ ટામેટા ને ઢાંકી ધીમા તાપ પર લગભગ પાંચ મિનિટ સુધી ચડવા દો. ટામેટા ના દરેક ભાગ ને વારફરતી પાક્વા દો. દરેક ભાગ ને લગભગ બે મિનિટ સુધી સ્ટવ કરો. જ્યારે તે બરાબર બની જાય, ત્યારે તેને એક પછી એક બહાર કાઢો. બહાર કાઢ્યા બાદ આ ટામેટા પર થોડા લીલા ધાણા અને છીણેલું ચીઝ ઉમેરો. આમ આપણી વાનગી તૈયાર થઈ જાશે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *