બહેન ની ડોલી ઉઠાવવા તત્પર ત્રણ ભાઈઓ સાથે થયું એવું કે પરિવાર ના લોકોને તેમની અર્થી……

મિત્રો આપણે સૌ જાણીએ છીએ, તેમ છેલ્લા ઘણા સમયથી દેશ અને રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે.આપણે જયારે પણ ફોન કે છાપુ ખોલિએ છિએ કે તરત આવી ઘટનાઓ નજરે પડે છે. અકસ્માત ના કારણે લગભગ રોજ અનેક લોકો પોતાનો જીવા ગુમાવ્તા હોઈ છે. આવા અકસ્માતો એક કે બીજી વ્યક્તિની ગેર સમજ કે ભૂલ ના કારણે થતાં હોઈ છે.

અકસ્માતમાં જીવ ગુમાવનાર વ્યક્તિના પરિવાર પર શું વીત્તી હોય. તે આપણે સૌ જાણીએ છીએ કારણ કે પોતાના સ્વજનને ખોવાનું દુઃખ કેટલું હોય છે. તેનાથી આપણે સૌ માહિતીગાર છીએ. આવો જ એક દુઃખદ બનાવ હાલ સામે આવ્યો છે કે જ્યાં એક પરિવાર માં કે જ્યાં લગ્નને લઈને તૈયારીઓ ચાલી રહી હતી અને આનંદ નો માહોલ હતો આ આનંદ નો માહોલ એકા એક શોક માં ફેરવાઈ ગયો કારણ કે પરિવાર માં ત્રણ ભાઈઓ ના મૃત્યુ થયા હતા.

આ ઘટના યુપી ના આગ્રાની છે. અહીં સીતાનગર નિવાસી પવન રાઠોડના ઘરે શનિવારે રાત્રે 12 વાગ્યે આનંદ નો વાતાવરણ હતો. પરંતુ આ વાતાવરણ એકા એક શોક માં છવાઇ ગયો. આ બનાવ અંગે ની વિગતો કંઈક આવી છે.

સવારે ગ્વાલિયર જવાનું હોવાથી કન્યાના પિતા પવને તેમના મોટા પુત્ર હર્ષ અને સાળા ના પુત્ર પ્રેમને વહેલા સૂવા કહ્યું.  તેઓને બંનેને રાત્રે 12 વાગે પ્રકાશ નગર સ્થિત ઘરે મૂકી ગયા હતા. આ પછી હર્ષના પિતરાઈ ભાઈએ તેને રામબાગ લઈ જવા માટે બોલાવ્યો હતો. જ્યારે તેઓ અહીં જવા નીકળ્યા ત્યારે તેમની સાથે અકસ્માત સર્જાયો હતો.

લગ્નમાં આવેલા એક સંબંધી પ્રેમ પ્રકાશે જણાવ્યું કે કોઈએ વિચાર્યું ન હતું કે ખુશીનો આ માહોલ એકા એક દુ:ખમાં બદલાઈ જશે. જયા બહેનની ડોલી ઉપાડવાની હતી ત્યાં ભાઈઓ ની અર્થી ને ઉપાડવી પડશે. તમને જણાવી દઈએ કે સંબંધીઓ ના કહેવા અનુસાર પવને રીનાને દત્તક લીધી હતી. જ્યારે તે ચાર દિવસની હતી ત્યારે તે તેને ઘરે લઇ ને આવ્યો હતો.

જો કે અકસ્માત અગાઉ પરિવાર ના લોકોએ બહેનના લગ્નમાં હાજરી આપવા આવેલા તાજગંજના રહેવાસી અંકિતને રોકાવા કહ્યું હતું. પરંતુ તે માનીયો નહી. અને મોડી રાત્રે તાજગંજ થી રામબાગ જવા નીકળ્યો. રાત હોવાના કારણે તેના પિતા અર્જુને તેને બાઇક આપી ન હતી. જેના પછી અંકિત રિક્ષા દ્વારા રામબાગ જવા નીકળ્યો. તે સમયે રામબાગથી નુનિહાઈ જતી વખતે આ અકસ્માત થયો હતો.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *