બાઈક અને ટ્રક વચ્ચે અકસ્માત મા એક યુવક નુ કરુણ મોત નિપજ્યું…

કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી હાઇવે ઉપર શનિવારે બાઇક અને ટ્રક સામસામે ટકરાતાં અકસ્માત સર્જાયો. અકસ્માતમાં એક યુવકનું સારવાર દરમિયાન કરૂણ મોત નિપજ્યું હતું. આ ઘટનાની જાણ શિહોરી પોલીસને કરતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી તપાસ હાથ ધરી હતી. જ્યારે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. ટ્રક ચાલક ટ્રક મૂકીને ફરાર થઇ ગયો હતો. આ અંગે શિહોરી પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધ્યો છે.

આ અંગેની વિગત એવી છે કે, કાંકરેજ તાલુકાના શિહોરી ગામમાં રહેતાં પ્રકાશ કિતુભા ડાભી શિહોરી હાઇવે પરથી શનિવારે બાઇક લઇને પસાર થઇ રહ્યા હતા. તે દરમિયાન સામેથી પૂરપાટઝડપે આવી રહેલ ટ્રક નં. RJ-36-GA-4659 ચાલકે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવી ધડાકાભેર સામસામે ટકરાતાં બાઇક ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતાં સારવાર અર્થે પાટણની હોસ્પિટલમાં ખસેડાયા હતા.

જ્યારે બાઇકનો કચ્ચરધાણ નીકળી ગયો હતો. આ બનાવના સમાચાર પરિવારજનોમાં પ્રસરતાં ઘેરા શોકની લાગણી પ્રસરી છે. જ્યારે ગામમાં શોકનો માહોલ છવાયો હતો. જ્યારે ટ્રક ચાલક ટ્રક મૂકીને નાસી છૂટ્યો હતો. આ અંગે શિહોરી પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યાં છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *