India

બિહારમાં જોવા મળી એક વિચિત્ર ઘટના આવી ઘટના અંગે જાણ થતા લોકો ઉમટી પડયા અહીં એક મહિલાએ એક સાથે પાંચ પાંચ….

Spread the love

મિત્રો આપણે જાણીએ છીએ તેમ આપણી આસપાસ અનેક એવી વસ્તુઓ છે જે રહસ્યથી ભરપૂર છે આવી વસ્તુઓમાં માનવ શરીર નો પણ સમાવેશ થાઈ છે. જો વાત માનવ શરીર અંગે કરીએ તો તેમાં અનેક રહસ્યો છે હાલનો આધુનિક અને વિજ્ઞાન નો સમય પણ માનવ શરીર ના અમુક અંગો બનાવી શક્ય નથી. આમ માનવ શરીર ખરેખર કુદરતની એક અનમોલ રચના છે. આપણે આવું શા માટે કહીયે છીએ તેની પાછળનું કારણ આ લેખમાં છે તો ચાલો વધુ માહિતી મેળવીએ.

મિત્રો દરેક વ્યક્તિ ના જીવનમાં માતા અને પિતા બનવાનું સુખ ઘણુંજ આનંદદાઈ હોઈ છે લગ્ન બાદ દરેક વ્યક્તિ અને પરીવારના લોકો પણ બાળકની અપેક્ષા રાખતા હોઈ છે. તેવામાં લગ્ન બાદ દરેક ની ઈચ્છા પોતાના સંતાન ને સારી રીતે કેળવવાની એ પોતે સારા માતા પિતા બનવાની હોઈ છે. આપણે ઘણી વખત બાળક ના જન્મ વિશેના સમાચાર સાંભળતા હોઈએ છીએ. તેવામાં ઘણી વખત એક સાથે બે બાળકો એટલકે જુડવા બાળકોના જન્મ અંગે ના કિસ્સાઓ પણ સાંભળતા હોઈએ છીએ. આપણે અત્યાર સુધી માત્ર એક અથવા બે બાળકો ના એક સાથે જન્મ અંગેની માહતી સાંભળી છે. પરંતુ જો તમને એમ કહેવામાં આવે કે એક મહિલાએ એક સાથે પાંચ બાળકોને જન્મ આપ્યા છે તો ?

તો કદાચ તમને વિશ્વાસ નહિ થાઈ જે સામાન્ય બાબત છે પરંતુ આપણે એક એવાજ બનાવ અંગે માહિતી મેળવવાની છે કે જ્યાં એક મહિલાએ એક સાથે એક બે નહિ પરંતુ પાંચ બાળકો ને જન્મ આપ્યા છે તો ચાલો આ ઘટના અંગે વધુ માહિતી મેળવીએ. આ બનાવ બિહારના સિવાન માં જોવા મળ્યો છે. અહીં એક મહિલાએ એક સાથે પાંચ બાળકો ને જન્મ આપ્યા છે જેમાંથી બે બાળક અને ત્રણ બાળકીઓ છે. જો વાત કરીએ તેમના માતા અને પિતા અંગે તો, સિવાન ના સ્માઈલ શહીદ તકિયા વિસ્તારના વોર્ડ નંબર 18 માં રહેતા દંપતી કે જેમનું નામ મોહમ્મદ ઝૂના અને ફૂલજહા છે.

અહીં મહોમ્મદ ઝુનાના પત્ની ફૂલજહા ને પ્રસવ પીડા શરૂ થતા તેમને અહીંની સદર હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા જે બાદ તેમનું ઓપરેશન કરવામાં આવ્યું જેમાં તેમણે પાંચ સંતાનો ને જન્મ આપ્યો. આ બનાવ અંગે માહિતી મળતા પરિવાર ના લોકો તેમને જોવા દોડી આવ્યા. જો વાત આ ઓપરેશન કરનાર ડૉક્ટર અંગે કરીએ તો તેમાં ડો. રીટા સિંહ, બાળ રોગ નિષણાંત ડો. કાલિકા સિંહ, ડો. અમરેશ કુમાર સિંહ, ડો. પલ્લવી અને પવન કુમાર નો સમાવેશ થઇ છે. બાળકો ના જન્મ બાદ તેની હાલત નાજુક છે જેને કારણે તેમની હાલતને ધ્યાન માં રાખીને આ તમામ બાળકો ને PMCH હોસ્પિટલ માં મોકલવામાં આવ્યા. જયારે આ તમામ બાળકોના જન્મ બાદ તેમની માતા ફૂલજહા ની સ્થિતિ સારી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *