ભત્રીજી વૃંદાના લગ્નમાં અનુપમ ખેરનો ડાન્સ ડીયો થયો વાયરલ, વિડીયો શેર કરતા લખી અમુક ભાવુક વાતો
બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં લગ્નની સીઝન ચાલી રહી છે એવામાં અનેક એવા સુપ્રસ્સીધ કલાકરો છે જે આ વર્ષે લગ્ન જીવનમાં જોડાયા હતા. જેમાં વિક્કી કૌશલ ,રાજ કુમાર રાવ જેવા અનેક દિગ્ગજ અભિનેતાઓ છે. એટલું જ નહી ઘણા બધા એવા અભિનેતાઓ પણ છે જે પોતાના પરિવાર જનોના લગ્નમાં પોતાની હાજરી આપતા હોય છે. એવી જ રીતે અનુપન ખેર દ્વારા એક વિડીયો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો હતો.
તમને જણાવી દઈએ કે અનુપમ ખેરએ બોલીવુડનું એક મોટું નામ માનવામાં અવે છે. તેણે પોતાની એક્ટિંગ દ્વારા બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં પોતાની એ ક ઓળખ બનાવી છે. આ અભિનેતા પોતાની અંગત જીવનની સાથો સાથ પોતાની પ્રોફેશનલ જીવનને લઈને પણ ખુબ ચર્ચામાં રેહતા હોય છે. આ બંને જીવનને આ અભિનેતા ખુબ સંતુલિત રીતે જીવે છે.
આ અભિનેતા સોશિયલ મીડિયા પર ખુબ સક્રિય રહે છે અને પોતાના ચાહકોને પોતાના મનની વાતો પણ કેહતા હોય છે. એવામાં અનુપ ખેરની ભત્રીજી વૃંદા ખેરએ પોતાના બોયફ્રેન્ડ નિપુન ગાંધી સાથે લગ્ન જીવનની શરૂઆત કરી હતી. આ લગ્નમાં અનુપન ખેર સહિત સુરેશ રૈના જેવી મોટી હસ્તી પણ આ લગ્નમાં શામેલ થઈ હતી. અનુપમ ખેરએ વૃંદાના લગ્નમાં ખુબ નાચ્યા હતા તેનો વિડીયો તેણે પોતાના instagram પર શેર કર્યો હતો. આ વિડીયો લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે.
આ વિડીયો શેર કરતા અનુપમ ખેરએ કેપ્શનમાં ખુબ ભાવુક કરી દે એવી વાતો લખી હતી કે જેને વાંચીને કોમળ દિલ વાળા લોકોના આંસુ નીકળી શકે છે. અનુપમ ખેર જણાવે છે કે “ગઈ કાલે વૃંદાના લગ્ન થયા હતા. તે ક્યારે મોટી થઈ ગઈ તે ખબર જ ન પડી. કેહવાય છે કે છોકરીઓ લગ્ન પછી બીજાની અમાનત બની જાય છે પણ અમે માનીએ છીએ કે તેનું ઘર અમે અમે ફક્ત શિફ્ટ કર્યું છે. હવે તેના બે પરિવારો હોવાથી તેની પાસે દુઃખ અને સુખ કેહવા માટે ઘણા બધા લોકો છે. ખુશ રહો!” આવી ભાવુક કરીદે તેવી વાત અનુપમ ખેર જણાવે છે.
View this post on Instagram
વૃંદા ખેર એક અભિનેત્રી હોવાની સાથો સાથ એક બ્લોગર પણ છે, એટલું જ નહી તેને ફેશન અને બ્યુટી રીલેટેડ બોલ્ગ બનાવાનું ખુબ પસંદ છે. નિપુન ગાંધીએ એક વેડિંગ પ્લાનર છે. આ બંને એક બીજાને છેલ્લા ઘણા સમયથી ઓળખે છે અને અંતમાં તેઓએ લગ્ન જીવનમાં જોડાવાનું વિચારી લીધું હતું.