ભયંકર ઘટના અમદાવાદ હોસ્પિટલમાં નોકરી કરતા મહિલા નીજ લાશ મળી તેનો ગુપ્ત ભાગ જ્વલનશીલ જોવા મળ્યો..

અમદાવાદના શહેર કોટડા વિસ્તારમાં આવેલા મેમકો પાસેના મકાનમાં અત્યંત દુર્ગંધ આવી રહી હતી, જેથી પડોશી અને સ્વજનોએ રૂમનો દરવાજો ખોલતાં મહિલાની લાશ મળી હતી આ મહિલાના ગુપ્ત ભાગમાં અને શરીરના બીજા અંગત ભાગમાં જ્વલનશીલ પ્રવાહી છાંટીને ઇજા પહોંચાડી હતી, એથી આ મહિલાનું મોત થયું હોવાનું પોલીસ માની રહી છે. આ અંગે હાલ પોલીસે મહિલાની હત્યા પાછળ તેનો બોયફ્રેન્ડ શંકાના ઘેરામાં હોવાના આધારે તપાસ શરૂ કરી છે.

પોલીસસૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, મેમકો વિસ્તારમાં રહેતી આ મહિલા GCS હોસ્પિટલમાં નોકરી કરતી હતી. 6 વર્ષથી તે તેમના પતિથી અલગ રહેતી હતી. આ દરમિયાન મહિલાના કોઈ યુવક સાથે આડાસંબંધ પણ હતા.

લોકોએ રૂમનો દરવાજો ખોલતાં પલંગ પર મહિલાની લાશ મહિલાના રૂમમાંથી અત્યંત દુર્ગંધ આવતી હતી, જેને લીધે મકાનમાલિકે તેમના સ્વજનને જાણ કરી હતી. એ દરમિયાન લોકોએ રૂમનો દરવાજો ખોલતાં પલંગ પર મહિલાની લાશ પડી હતી. લોકોએ જોતાં મહિલાના માથામાં ઇજા હતી અને લોહી નીકળી રહ્યું હતું. જ્યારે તેના ગુપ્ત ભાગમાં જ્વલનશીલ પ્રવાહી છાંટીને પ્રાઇવેટ પાર્ટ બાળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. માત્ર એટલું જ નહીં, મહિલાને અન્ય ગુપ્તાંગમાં પણ જ્વલનશીલ પ્રવાહી છાંટવામાં આવ્યું હતું.

10 દિવસ પહેલાં જુહાપુરામાં મૃતક યુવકના ગુપ્તાંગમાંથી ફેવિક્વિક મળ્યું હતું 10 દિવસ પહેલાં શહેરના જુહાપુરામાં રહેતા સલમાન નામના યુવાનનું રહસ્યમ મોત થયું હતું. આ સમગ્ર પ્રકરણમાં હજી સુધી યુવકના મોતનું ચોક્કસ કારણ પોલીસને મળ્યું નથી, પણ પોલીસ હવે FSL અને અન્ય રિપોર્ટની રાહ જોઈ રહી છે. આખો કેસ જ રહસ્યમય છે. આ બનાવમાં ચોંકાવનારી બાબત તો એ હતી કે મૃતકના ગુપ્તાંગમાં ફેવિક્વિક નાખી દીધી હતી. ત્યાર બાદ યુવકને કચરા ટોપલી પાસે નાખી આવ્યા હતા. પરિવાર એકના એક દીકરાને બચાવવા હવાતિયાં મારતો રહ્યો અને તેનું મોત થયું હતું.

સલમાનને મિત્ર ગંભીર હાલતમાં ઘરે લવાયો હતો સલમાન ઉં.વ.29 પરિવારનો એકનો એક દીકરો હતો. તેના પર વૃદ્ધ મા-બાપ અને બે બહેનની જવાબદારી હતી તેમજ પરિવારની આર્થિક જવાબદારી પણ તેના એકલા પર જ હતી. એક દિવસ સલમાનનો મિત્ર તેને ગંભીર હાલતમાં ઘરે લાવ્યો, તેની હાલત ખરાબ હતી. શું થયું કંઈ ખબર ન હતી. મિત્રએ કહ્યું હતું કે તેણે એમ.ડી.ડ્રગ્સ લીધું છે. પરિવારને એમ હતું કે નશો ઊતરશે એટલે સાજો થઈ જશે, પરંતુ સલમાન સાજો થઈ શક્યો નહીં અને તેનું મોત થઈ ગયું.

પેશાબ ન થતાં રાતે કણસતો રહ્યો, અંતે મોત મળ્યું આ અંગે સલમાનના પિતા ફરીદભાઈએ જણાવ્યું હતું કે તે મારો એકનો એક દીકરો અને પરિવારનો સહારો હતો. સલમાનના મૃત્યુ અંગે અમને શંકા છે. તેના માટે જે પણ જવાબદાર હોય તેની સામે કાર્યવાહી કરવી જોઈએ. તે દિવસે તેનો મિત્ર તેને ગંભીર પરિસ્થિતિમાં ઘરે લઈને આવ્યો અને અમને કહ્યું હતું કે આ કચરાપેટી પાસે પડ્યો હતો,

તેણે એમ.ડી ડ્રગ્સ લીધું છે. અમને એમ હતું કે નશો ઊતરશે એટલે સારું થઈ જશે પરંતુ તે રાતે કણસતો હતો કે મને પેશાબ થતો નથી. ત્યાર બાદ અમને જાણવા મળ્યું કે તેના ગુપ્તાંગમાં ફેવિક્વિક લગાવેલી હતી. તેને સવારે ઊલટી થઈ પહેલા તેને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા ત્યાર બાદ સોલા સિવિલમાં સારવાર માટે લઈ જવા કહેવામાં આવ્યું જ્યાં તેનું મોત નીપજ્યું હતું.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *