ભર ઠંડી માં થયો વરસાદ નો એહસાસ આ વિસ્તાર માં પડેલ વરસાદ ને કારણે સર્જાયો……

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલ શિયાળા ની ઋતુની શરૂઆત થઇ ગઈ છે. આપણે સૌ જાણીએ છીએ કે આજ વખતે ચોમાસાની ઋતુમાં મેઘરાજા સમગ્ર પ્રદેશ ઉપરાંત આખા દેશ પર પોતાની મેઘ માયા વર્ષાવી હતી. જેના કારણે દેશ ના અનેક ભાગોમાં મુશળધાર વરસાદ જોવા મળ્યો હતો. આવા વરસાદ ના કારણે દેશ અને રાજ્ય માંથી જળ સંકટ ઘણું જ હળવું બન્યું હતું. જોકે મુશળ ધાર વરસાદની અસર અમુક વિસ્તારોમાં પૂર સ્વરૂપે પણ જોવા મળી હતી. જો કે હાલ દેશ ના ઘણા એવા રાજ્યો છે કે જ્યાંથી વરસાદે સત્તાવાર રીતે વિદાય લીધી છે.

પરંતુ વાતાવરણ ના ફેરફાર ના કારણે ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં હાલ વરસાદ જોવા મળી રહ્યો છે. તમને જણાવી દઈએ કે માવઠના પહેલા જ વરસાદે ગુરુવારના સમય માં ઉદયપુર ના વિસ્તાર માં ઠંડીના સમય માં વરસાદી માહોલ જેવો અનુભવ કરાવ્યો હતો. આવા વરસાદે ક્યારેક મુશળધાર તો ક્યારેક ઝરમર ચાલુ રહ્યો હતો. આવા વરસાદ ના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું.

આ વરસાદ ને કારણે ખેડૂતોમા હરખનો માહોલ છે. કારણ કે હવે લાંબા સમય સુધી સિંચાઈની જરૂર રહેશે નહીં. આવા વરસાદને કારણે ગામડાઓ અને શહેરોના અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે રાહદારીઓ અને દ્વિચક્રી વાહન ચાલકોને ઉપરાંત મુસાફરો ને ઘણી સમસ્યાઓ નો સામનો કરવો પડ્યો હતો. આવા વરસાદ ના કારણે અને ઠંડીના કારણે લોકો ધ્રુજી ઉઠ્યા હતા.

આ ઉપરાંત આવા માંવઠા ના કારણે વીજળી ની અનેક સમસ્યાઓ સર્જાઈ હતી. જેના કારણે લોકો દિવસભર વીજળી માટે તલપાપડ રહેતા હતા અને વારંવારના કાપથી રોષે ભરાયા હતા. વળી આ સમય ગળામાં એક દુઃખદ બનાવ પણ સામે આવ્યો હતો. તેમને જણાવી દઈએ કે માવઠા ના કારણે ચિત્તોડગઢના ભાડેસરમાં વીજળી પડતા એક વ્યક્તિનું મોત થયું હતું.

આવુ વાતાવરણ 2 દિવસ રહેવાની સંભાવના છે. જેના કારણે હાલ આ વિસ્તાર માં બે વાતાવરણ નો અનુભવ થાય છે. જેના કારણે ઠંડી અને વરસાદ જોવા મળશે. આવા ક્મોસ્મી વરસાદ અને વાતાવરણ ને ધાન્મા રાખી ને ડૉક્ટરઓએ બાળકો ઉપરાંત વૃદ્ધો અને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને આ સિઝનમાં વિશેષ સાવચેતી રાખવાની સૂચના આપી છે.

આ વરસાદ ના કારણે ખેડૂતો માં આનંદ નો માહોલ છે કારણકે આ વરસાદ ઘઉંના પાક માટે ખૂબ જ સારો સાબિત થાય છે. તમને જણાવી દઈએ કે તમામ વિસ્તારોમાં વરસાદ એકસમાન જોવા મળશે, વરસાદ ના કારણે ખેડૂતોને સિંચાઈ ખર્ચ ઓછો થશે. વરસાદના કારણે તાપમાન પણ ઘટશે, જેના કારણે હિમ પડવાની સંભાવના ઓછી હોવાથી પાકને કોઈ નુકસાન થશે નહીં.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *