ભાવનગરના બુધેલ નજીક આવેલા લાખણકા ડેમ કરુણાંતિકા: સાત મિત્રો ડેમ પર ગયા હતા ફરવા, બે યુવાનો ડૂબ્યા, એકની લાશ મળી, એક લાપત્તા

ભાવનગરઃ ભાવનગરના બુધેલ નજીક આવેલા લાખણકા ડેમ પર આજે ફરવા આવેલા સાત મિત્રો પૈકીના બે મિત્રો ડેમના પાણીમાં ડૂબી જતા એકનું મોત નિપજ્યું છે તો એક લાપત્તા બનતા તેની શોધખોળ હાથ ધરવામા આવી છે. એક યુવક અકસ્માત ડેમમાં પડ્યા બાદ તેને બચાવવા પડેલો અન્ય યુવક પણ લાપત્તા બન્યો હતો. ફાયરબ્રિગેડની શોધખોળ દરમિયાન કેવલ સોલંકી નામના યુવકની લાશ મળી આવી છે. જ્યારે અન્ય એક યુવકનો હજી કોઈ પત્તો લાગ્યો નથી.

બુધેલ નજીક આવેલા લાખણકા ડેમ પર આજે રવિવારની રજા હોય સાત મિત્રોનું એક ગ્રુપ ફરવા માટે આવ્યું હતું. આ સમયે એક મિત્રનો ઉલ્ટી થતા કેવલ નામનો યુવાન પાણી ભરવા માટે ડેમમમાં ગયો હતો.

આ સમયે તેનો પાણીમાં પગ લપસી જતા તે ડેમના ઊંડા પાણીમાં ગરકાવ થયો હતો. જેને બચાવવા અન્ય એક હાર્દિક નામનો યુવાન બચાવવા જતા તે પણ પાણીમાં ગરકાવ થયો છે. જ્યારે અન્ય એક યુવકનો આબાદ બચાવ થયો હતો.

લાપત્તા બનેલા બંને યુવકની હાલ ફાયરબ્રિગેડની ટીમ દ્વારા શોધખોળ હાથ ધરવામા આવી છે. કલાકોની જહેમત બાદ ફાયરબ્રિગેડને કેવલ સોલંકી નામના યુવકની લાશ મળી આવી હતી. જો કે, હાર્દિક નામનો યુવાન હજી પણ લાપત્તા હોય તેની શોધખોળ યથાવત છે.સાત મિત્રો ડેમ પર ફરવા આવ્યા હતા.

બંને યુવાનો સરદારનગર પચાસવારીયામાં રહે છે. કેવલ સોલંકી નામનો યુવાન પાનવડી PWD ઓફિસમાં પટ્ટાવાળા તરીકે ફરજ બજાવતો.જ્યારે હાર્દિક સોલંકી નામનો યુવાન કાળિયાબીડમાં બુક સ્ટોરની દુકાન ચલાવે છે.

કેવલ સોલંકી નામના યુવકની લાશ મળી આવતા પોસ્ટમોર્ટમ માટે ખસેડવામા આવી છે. તો હાર્દિક નામના યુવકનો હજી કોઈ પત્તો ના લાગતા ફાયરબ્રિગેડની ટીમ દ્વારા શોધખોળ યથાવત રાખવામા આવી છે

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *