Gujarat

મહામૃત્યુંજય મંત્ર : અકાળ મૃત્યુથી મળે છે મુક્તિ, દૂર થાય છે જીવલેણ રોગ, જાણો જાપ વિધિ

Spread the love

શાસ્ત્રોના અનુસાર ભગવાન શિવને ત્રિદેવ કહેવામાં આવે છે. જેની કલ્પના એક એવા દેવ ના રૂપમાં કરવામાં આવે છે જે ક્યારેક સહારક તો ક્યારેક પાલક હોય છે. ભગવાન શિવને સંહારના દેવતા પણ કહેવામાં આવે છે. આ રીતે થી ભગવાન શિવના કુલ ૧૨ નામ પ્રખ્યાત છે. શિવ ભગવાન પોતાના અનોખા રૂપના કારણે સૌથી અલગ પણ દેખાય છે. મહિલા થી લઈને પુરુષ બધા તેની ભક્તિમાં લીન રહે છે.

જોવામાં આવે તો ભગવાન શિવનો રૂપ સૌથી હટકે છે. ભગવાનની સ્વામી આકૃતિ અને રૂદ્ર રૂપ બંને વિખ્યાત છે. ભોલેનાથ ની પૂજા જો સાચા દિલથી કરવામાં આવે તો તે પોતાના બધા ભક્તો ની વાત સાંભળે છે. આજના આ પોસ્ટમાં અમે તમને ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે મહામૃત્યુંજય મંત્રના વિશે કહેવા જઈ રહ્યા છીએ. આ મંત્રના જાપથી તમે મૃત્યુથી મુક્તિ નું વરદાન પામી શકો છો અને ભક્તોને અસાધ્ય રોગોથી પણ મુક્તિ મળી શકે છે.

મહામૃત્યુંજય મંત્ર ઓમ ત્ર્યમ્બકમ યાજમહે સુગંધીમ પુષ્ટિવર્ધનમ્. ઉર્વરુકામીવ બન્ધનનમૃત્યોર્મુક્ષ્ય મમૃતત કઈ સમસ્યામાં કેટલી વાર આ મંત્ર નો કરવો જાપ જો તમે ભય થી છુટકારો પામવા ઈચ્છો છો તો આ મંત્રનો 1100 વખત જાપ કરો.રોગથી મુક્તિ પામવા માટે મહામૃત્યુંજય જપ નો 11000 વખત જાપ કરો.પુત્રની પ્રાપ્તિ, ઉન્નતી, અખંડ મૃત્યુથી બચવા માટે આ મંત્રનો સવા લાખ વખત જાપ કરો.

યાદ રાખો કે આ મંત્રનો ફળ ત્યારે જ પ્રાપ્ત થશે જ્યારે તમે પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસની સાથે ભગવાન શિવની સાધના કરશો તેને પૂર્ણ શ્રદ્ધાની સાથે કરવા પર જ ફળની પ્રાપ્તિ ની પ્રબળ સંભાવના રહે છે.

મહામૃત્યુંજય મંત્રની ઉત્પત્તિની કથા પૌરાણિક માન્યતાઓ ને માનવામાં આવે તો ઋષિ મુકુંડું અને તેની પત્ની મ્રુદમતી ને પુત્રની પ્રાપ્તિ માટે ભોલેનાથની કઠોર તપસ્યા કરી. તેની તપસ્યાથી ખુશ થઈને ભગવાન શિવે તેમને દર્શન આપ્યા. દર્શન દેવાના પછી ભગવાન શિવે તેની સામે મનોકામના પૂર્તિ માટે બે વિકલ્પ રાખ્યા પેલો અપાયો અલ્પાયુને બુદ્ધિમાન પુત્ર અને બીજો દીર્ઘાયુ મંદબુદ્ધિ પુત્ર. તેના પર ઋષિ મુકુંદ એ અલ્પાયુ બુદ્ધિમાન પુત્રની ઈચ્છા કરી.

જેના પરિણામ સ્વરૂપ તેમને પુત્રની પ્રાપ્તિ થઈ. જેનું નામ તેમણે માર્કેન્ડેય રાખ્યું. પરંતુ તેનું જીવનકાળ કેવળ સોળ વરસનો હતું. જ્યારે માર્કેન્ડેય ને તેના વિશે ખબર પડી તો તેમણે ભગવાન શિવની ખૂબ જ તપસ્યા કરી. તેમને પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસની સાથે મહાદેવની પૂજા અર્ચના માં લાગી ગયા. 16 વર્ષ થવા પર જ્યારે યમરાજ માર્કેન્ડેય ના પ્રાણ લેવા માટે આવ્યા. ત્યારે માર્કેન્ડેય ભાગતા ભાગતા કાશી પહોંચ્યા ત્યાં પણ યમરાજ આવ્યા. ત્યાંથી દૂર માર્કેન્ડેય કેથી નામના ગામમાં એક મંદિરમાં શિવલિંગ થી લીપટી ગયા અને ભગવાન શિવની આરાધના કરવા લાગ્યા.

ભગવાન શિવે તેની પુકાર સાંભળીને મહાદેવજી પ્રગટ થયા અને ભગવાન શિવનાં ત્રીજા નેત્રથી મહામૃત્યુંજય મંત્રની ઉત્પત્તિ થઇ. તેને પછી ભગવાન શિવને માર્કેન્ડેયને અમર રહેવાનું વરદાન આપ્યું જેના પછી યમરાજ ને ત્યાંથી પાછા યમલોક આવવું પડ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *