યુનુસભાઈ પાડોશી ધર્મ નિભાવવા હિન્દૂ યુવતીને પોતાની દીકરી બનાવીને તેના લગ્ન કરાવ્યાં.

ખરેખર માનવતાથી મોટો ધર્મ કોઈ નથી! હિન્દૂ હોય કે મુસ્લિમ દરેક વ્યક્તિ જાતિ થી ભલે અલગ હોય પરતું આપણે સૌ લાગણીઓનાં તાંતણે બંધાયેલા હોય છે. આપણે અવારનવાર કોઈક હિન્દૂ અને મુસ્લિમની અનેક કરુણદાયક કિસ્સાઓ સાંભળતા હોઈએ છીએ છે. આપણાં હિન્દૂ ધર્મમાં કન્યાદાન એ સૌથી મોટું પુણ્ય છે, જ્યારે એક દીકરીનું કન્યાદાન કરવામાં આવે છે, ત્યારે એ સૌથી યાદગાર ક્ષણ હોય છે, અને એમા પણ આ અવસર દરેક લોકોને નથી મળતો જે ભાગ્યવાન હોય એમને જ મળે છે.

આજે આપણે એક એવા વ્યક્તિની વાત કરવાની છે જેમણે પોતાની દીકરી ન હોવા છતાં પણ પોતાની દિકરી કરતા વધુ વ્હાલ વરસાવીને તેને સાસરે વડાવી હતી. અત્યાર સુધી આપણે પાલક માતાપિતાની અનેક સરહાનીય ઘટના સાંભળી જ હશે કારણ કે આજે દુનિયામાં માનવતા સૌથી ધર્મ બની ગયો છે જ્યાં પારકા લોકોને પોતાના સમજીને તેમને પ્રેમ અને લાગણીઓ આપવામાં આવે છે. Aવાત છે, સૌરાષ્ટ્રનાં અમરેલીની જ્યાં  બાબરા ગામના યુનુસભાઈ પોતાનાં હિન્દૂ પાડોશીની મદદને વારે આવ્યા અને તેમણે એવું કાર્ય કરી બતાવ્યું કે સૌ કોઈ તેમની વાહ વાહ કરી રહ્યા છે અને એટલા જ પ્રેરણાદાયી બન્યા છે.

યુનુસભાઈ ચુડેસરાના ધર્મપત્નીએ મનોમન નક્કી કરી યુનુસભાઈ ને કહ્યું કે આ દીકરીને આપણે પાલક માં-બાપ બનીને તેમના હિન્દુ સમાજમાં કોઈ સારો છોકરો ગોતીને આ દીકરીને પરણાવીને વિદાઈ કરી હતી.અન્યથા જો કોઈ ઉચનીચ જેવી ઘટના બનશે તો આપણો પાડોશી ધર્મ લાજશે તેમજ આપણે આપણી પોતાની જાતને જીવન ભર માફ નહિ કરી શકીએ. પોતાની ઘરવાળી ના આવા ઉમદા અને સારા વિચારથી યુનુસભાઈ ચુડેસરામાં પણ એક અલૌકિક કુદરતી ઉર્જાનો સંચાર થયો હતો. અને તેઓએ પણ દીકરીના પાલક પિતા બની પરણાવાનુ મન બનાવી લીધું અને ભાવનગરમાં દીકરીનું ઘર સંસાર માંળ્યું અને તેમને કહ્યું કે આ દીકરી મારી જ છે અને જીવનનાં અંત સુધી હું તેની દેખ રેખ રાખીશ અને આ વાત થી છોકરાવાળા. એ ઉદારતા દાખવી અને યુવતીને પોતાની પુત્રવધુ તરીકે સ્વીકારી.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *