Gujarat

યુવકને ફિલ્મી બાઈક પર રોમાન્સ કર્યો તે ભારે પડ્યો અને પછી જે થયું તે…

Spread the love

સુરતના અડાજણ-પાલ રોડ પર સંજીવકુમાર ઓડિટોરીયમ પાસે 6 દિવસ પહેલા કોલેજીયન યુવક તેની ફિયાન્સી સાથે સ્પોર્ટ્સ બાઇક પર નીકળ્યો હતો. ત્યારે ફિયાન્સીને ચાલુ બાઇકે આગળ બેસાડી રોમાન્સ કરવા લાગ્યો હતો. આ વીડિયો યુવકે સોશિયલ મીડિયા પર મુકતા જાગૃત નાગરિકે પોલીસને જાણ કરી હતી. જેથી અડાજણ પોલીસે 20 વર્ષીય અબ્દુલ રહેમાન મોહંમદ ઈમ્તિયાઝ મલેકની સામે કલમ 279 હેઠળ ગુનો નોંધ્યો હતો અને ધરપકડ કરી હતી. ત્યારબાદ યુવકે જામીન મેળવ્યા બાદ વધુ એક વીડિયો સોશિયલ પર મૂકીને બે હાથ જોડીને માફી માગી હતી.

ફિલ્મી સ્ટાઈલમાં કોલેજીયન યુવકનો બાઈક પર રોમાન્સ રાંદેર બસ સ્ટોપ પાસે શેખ કાલા સ્ટ્રીટમાં રહેતો 20 વર્ષીય અબ્દુલ રહેમાન મોહંમદ ઈમ્તિયાઝ મલેક તા. 5મી માર્ચના રોજ સવારે તેની ફિયાન્સી સાથે કેટીએમ બાઇક પર નીકળ્યો હતો.નંબર વગરની સ્પોર્ટ્સ બાઈક પર પાછળ બેઠેલી યુવતી અચાનક ચાલુ બાઇકે આગળ આવી જાય છે અને ફિલ્મી સ્ટાઈલમાં કોલેજીયન યુવક સાથે રોમાન્સ કરવા લાગે છે.તેરી મહોબ્બત મેં’ ગીત સાથે આ વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાઇરલ થઈ રહ્યો છે. વધુમાં પોલીસે જણાવ્યું કે પકડાયેલા અબ્દુલ રહેમાન મલેક એસ.વાય.બીકોમમાં અભ્યાસ કરે છે. પાછળ બેઠેલી યુવતી તેની ફિયાન્સી છે.

મે કરેલી ભૂલ તમે ન કરશોઃ સ્ટન્ટ કરનાર યુવક પાલ વિસ્તારમાં સ્ટન્ટ કરનાર રહેમાન અને તેની ફિયાન્સીએ પોલીસે ધરપકડ કર્યા બાદ માફી માગી હતી.રહમાને કહ્યું કે, હેલમેટ અને માસ્ક વગર અમે જોખમી સ્ટન્ટ કર્યા હતા. જે ખરેખર ન કરવા જોઈએ. જોખમી સ્ટન્ટમાં કંઈ પણ થઈ શકે છે. પોલીસે મારી ધરપકડ કરતાં મને કાયદો તોડ્યો હોવાની જાણ થઈ હતી.જેથી મેં કાયદાનું પાલન કરતાં તમામ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી છે. હું તમામને બે હાથ જોડીનું કહું છે કે,મે કરેલી ભૂલ તમે ન કરશો. સ્ટન્ટ તો બીલકુલ ન કરશો. રહેમાનની ફિયાન્સીએ પણ કહ્યું હતું કે,આવું કોઈએ ન કરવું જોઈએ. અમે તમામને કહીએ છીએ કે સેફ રહો.

સ્ટન્ટ કરતી યુવતી વિરુદ્ધ કાર્યવાહી સુરતમાં જોખમી રીતે બાઈક રાઈડ કરીને સ્ટન્ટ કરતાં યુવકોના વીડિયો થોડા દિવસોથી વાઈરલ થઈ રહ્યાં છે.જીલાની બ્રિજ પર સ્ટન્ટ કરતાં યુવકના વીડિયો બાદ બારડોલીથી સ્ટન્ટ કરવા સુરત આવતી યુવતી સંજના ઉર્ફે પ્રન્સી પ્રસાદનો વીડિયો સામે આવ્યો હતો.જેના પર પોલીસે કાર્યવાહી પણ કરી હતી. ત્યારે ગુરૂવારે વધુ એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં યુવક યુવતી ફિલ્મી સ્ટાઈલમાં સ્ટન્ટ કરતાં હતા. પાછળ બેઠેલી યુવતી ચાલુ બાઈકે આગળ આવીને યુવક સાથે રોમાન્સ કરતી હોવાનો વીડિયો વાઈરલ થયો હતો. ત્યારબાદ પોલીસે કાર્યવાહી કરી યુવકની ધરપકડ કરી હતી.

જીલાની બ્રિજ પર સ્ટન્ટ કરનાર યુવકની ધરપકડ રાંદેરના જીલાની બ્રિજ પર તા.7 મી માર્ચે રાત્રે 8 વાગ્યે બ્રિજ પર વાહન વ્યવહાર ચાલુ હતો ત્યારે બાઇક ચાલક સમશાદખાન અલીહુસેન પઠાણ ઉ.વ.20.રહે.મગદૂમ નગર આંજણા રોંગ સાઈડમાં પુરપાટ બાઈક દોડાવી વાહન ચાલકોના જીવને જોખમમાં મુક્યા બાદ એક વ્હીલ પર ઉભી કરીને સ્ટન્ટ કર્યા હતા.જે વિડીયો બે દિવસથી વાયરલ થયો છે.

વિડીયોમાં દેખાતા સ્ટન્ટના કારણે પસાર થતા વાહન ચાલકોને અકસ્માત થવાની શક્યતા દેખાઇ રહી હતી. આ વિડીયોને ટ્રાફિક શાખાના એએસઆઇ વસંત પટેલે ધ્યાને લઇને ફરિયાદી બની રાંદેર પોલીસમાં સમશાદખાન સામે મનુષ્ય વધની કોશિશ કરવાનો ગુનો નોંધાવ્યો હતો. જે કેસમાં પોલીસે સમશાદની ધરપકડ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *