રાજસ્થાનના ભીલવાડા માર્ગ પર એક અકસ્માત, અકસ્માતમાં ભારતીય સેનાના અધિકારી નું મૃત્યુ
આપણા દેશના જવાનો પોતાની પરિવારની ચિંતા કર્યા વિના દિવસ-રાત બોર્ડર પર ઊભા રહીને દેશની રક્ષા કરે છે અને કેટલાક જવાનો તો દેશની રક્ષા કરતાં કરતાં શહીદ પણ થઈ જાય છે એવા જ જવાની ઘટના સામે આવી છે. સમગ્ર ઘટના એમ છે કે એક ભારતીય સેનાના અધિકારી અકસ્માતમાં શહીદ થયો છે.
ભારતીય સેનાની 64 કેવેલરીના લેફ્ટનન્ટ કર્નલ અમરજીત સિંહ સિદ્ધુનું સોમવારના રોજ રાજસ્થાન ભિલવાડા જિલ્લા માં જીપમાં મુસાફરી કરતી વખતે અચાનક જીપ ખાડામાં પડી ગઈ અને ત્યારબાદ તેઓનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું છે. મળતી માહિતી મુજબ રાજસ્થાનના ભીલવાડા જિલ્લામાં સોમવારે ભારતીય સેનામાં ઉપ કર્નલ જીપમાં મુસાફરી કરી રહ્યા હતા.
તે દરમિયાન જીપ ખાડામાં પડી એને ઘરનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું છે. આ સમગ્ર ઘટના ભીલવાડા જિલ્લાના માંડલગ સબડિવિઝનમાં બિજોલીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થઈ હતી. મળતી માહિતી મુજબ મંડોલ ડેમ પાસે કર્નલની જીપ ખાડામાં પડી જવાના કારણે ભારતીય સેનાના 64 કેવેલરીના લેફ્ટનન્ટ કર્નલ અમરજીત સિંહ સિદ્ધુનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.
કર્નલ અર્જિત સિંહ સિદ્ધુ ચંદીગઢના રહેવાસી હતા. તેઓ તાલીમ માટે અહમદનગર જઈ રહ્યા હતા ત્યારે સમગ્ર ઘટના બની હતી.