લગ્ન માટે વિકી કૌશલ અને કેટરીના કેફ પહોંચ્યા રાજસ્થાન ત્યાં તેમનું અને તેમના પરિવારનું….
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે આપણું બોલીવુડ લોકો માં ઘણું લોકપ્રિય છે જેની લોકપ્રિયતા દેશ અને વિદેશ માં પણ ફેલાયેલ છે. લોકો બોલીવુડ ની ફિલ્મો ઉપરાંત બોલીવુડ ના કલાકારો ને પણ ઘણા પસંદ કરે છે. જેના કારણે પોતાના ચહિતા કલાકારો ના જીવન અંગે જાણવા માંગતા હોઈ છે.
લોકોની એવી ઇચ્છા રહેલી હોઈ છે કે પોતે જે કલાકારો ને પસંદ કરે છે તે હંમેશા શું કરે છે તેની જાણકારી તેમને રાખવી ગમે છે. તેમાં પણ જો વાત આવા કલાકારો ના લગ્નને લાગતી હોઈ તો લોકોને તેમાં ઘણો રસ હોઈ છે. તેઓ ક્યાં ? ક્યારે ? કેવીરીતે ? અને કેટલા લોકો વચ્ચે લગ્ન કરવાના છે. આ તમામ બાબતો અંગે તેમને જાણવું ગમે છે.
આપણે સૌ જાણીએ છિએ કે હાલ આખા બોલીવુડ માં વિકી કૌશલ અને કેટરીના કેફ ના લગ્ન ઘણા ચર્ચામા છે અને તેને લઈને હાલ ઘણી વિગતો સામે આવી રહી છે. જણાવી દઈએ કે હાલ કેટરિના કૈફ અને વિકી કૌશલ લગ્ન માટે રાજસ્થાન પહોંચી ગયા છે. આપણે સૌ જાણીએ છિએ કે 2 દિવસ પછી એટલે કે 9 મી ડિસેમ્બર નાં રોજ આ બંને પ્રેમી પંખીડા સાત ફેરા લેવાના છે. અને તેઓ હંમેશ માટે એકબીજાના થઈ જશે. જો વાત લગ્ન સ્થળ અંગે કરીએ તો જણાવી દઈએ કે તેમના લગ્ન સવાઈ માધોપુર જિલ્લાની એક હોટલમાં થશે.
જો કે તેઓ રાજસ્થાન પહોંચતા પહેલા મુંબઈ એરપોર્ટ પર જોવા મળેયા હતા. આ સમયે જો વાત તેમના પહેરવેશ અંગે કરીએ તો કેટરીનાએ મસ્ટર્ડ કલરનો હેવી વર્ક ટ્રેડિશનલ શરારા પહેર્યો હતો. જ્યારે વિકિએ પ્રિન્ટેડ શર્ટ અને બેજ કલરના પેન્ટમાં જોવા મળ્યો હતો. આ પોશાક માં બંને ઘણા જ સુંદર લાગી રહ્યા હતા. એરપોર્ટ પર પહોંચીયા બાદ બંને કલાકારો એ મીડિયાને સ્માઈલ પણ આપી હતી.
તમને જણાવી દઈએ કે કેટરિના અને વિકી સોમવારે સાંજે આઠ લોકો સાથે ફ્લાઈટમાં જયપુર એરપોર્ટ પહોંચ્યા હતા. અને ત્યાર બાદ તેઓ અહીંથી રોડ માર્ગે ગાડી દ્વારા હોટલ જવા માટે નીકળી ગયા હતા. જો કે હોટેલ પહોંચતા જ બંને કલાકાર અને તેમના પરિવારનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કેટરીના-વિકીનું ભવ્ય સ્વાગત ફટાકડા ફોડીને કરવામાં આવ્યું હતું.
જો વાત લગ્ન અંગે ની તૈયારીઓ અંગે કરીએ તો જણાવી દઈએ કે લગ્ન સાતથી સવાઈ માધોપુર જિલ્લામાં લક્ઝરી હોટલમાં થશે. તેમના લગ્નના કારણે જયપુર એરપોર્ટ પર સેલિબ્રિટી અને મહેમાનોને પહોંચવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ ઉપરાંત મહેમાનોને આવકારવા માટે હોટલની ટીમ રાખવામાં આવી છે. બાઉન્સરોએ સુરક્ષા વ્યવસ્થા સંભાળી લીધી છે. આ સાથે સુરક્ષા ટીમને મોબાઈલનો ઉપયોગ ન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.